Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડ પંથકમાં ૧૨ પવનચક્કીના લોકેશન પરથી રૂપિયા અડધા લાખના વાયરની ચોરી

સોલાર પ્લાન્ટમાંથી ૧૩૦૦ મીટર વાયર ચોરાઈ ગયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: કાલાવડના માછરડામાં આવેલી નવ પવનચક્કીના લોકેશન પરથી અને મોટી વાવડી પાસે ત્રણ લોકેશન પરથી રૂપિયા અડધા લાખનો કોપર વાયર ચોરાઈ ગયો છે. જ્યારે જોડિયાના દુધઈ પાસે એક સોલાર પ્લાન્ટમાંથી ૧૩૦૦ મીટર વાયર કોઈ શખ્સ કાપી ગયો છે.

કાલાવડ તાલુકાના માછરડા ગામમાં વિન્ડ વર્લ્ડ ક્લિન એનર્જી ફોરેવર નામની કંપની હસ્તકની જીપીઈસીએલ કંપનીની પવનચક્કીના લોકેશન નં.૨૪, ૨૫, ૨૬ તથા વાયુ એસએમ કંપનીની પવનચક્કીના લોકેશન નં.૯૪૮, ૯૫૦, ૯૫૨ તથા મોટી વાવડી ગામમાં વાયુ એસએમ કંપનીની પવનચક્કીના લોકેશન નં.૮૬, ૮૭, ૮૮માંથી કોપર વાયર ચોરાયો છે.

તે ઉપરાંત મોટી વાવડી ગામ તરફ જતાં રસ્તા પર વાયુ કંપનીની પવનચક્કીના લોકેશન નં.૯૩૫, ૯૩૬, ૯૩૭ પવનચક્કીમાંથી પણ ૧૫૦ એમએમ કોપર વાયર ચોરી કરી લેવાયો છે. કાલાવડ તાલુકાના મુળીલા ગામના રહેવાસી અને ગણેશ સિક્યુરિટી એજન્સીના સાઈટ ઈન્ચાર્જ જયેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાએ ઉપરોક્ત ૧૨ પવનચક્કીના લોકેશન પરથી ૮૪ મીટર અર્થિંગ માટેનો કોપર વાયર ચોરાયાની ફરિયાદ કરી છે. પોલીસે રૂ.૫૦૪૦ના વાયર ચોરીનો ગુન્હો નોંધ્યો છે.

જોડિયા તાલુકાના દુધઈ ગામમાં આવેલા સુંદરમ્ એનર્જી કંપનીના સોલાર પ્લાન્ટમાંથી ૧૩૦૦ મીટર કોપર વાયર કોઈ શખ્સ કાપી ગયો છે. મોરબીના જીતેન્દ્રભાઈ લવજીભાઈ દેકાવડીયાએ રૂ.૩૯ હજારના વાયરની ચોરીની ફરિયાદ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh