Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચોરાઉ મુદ્દામાલ તથા ચાર વાહન કબજે કરાયાઃ
જામનગર તા. ૧૩: જામનગરના જાંબુડા પાટીયા પાસે આવેલા એક કારખાનામાંથી સપ્તાહ પૂર્વે પિત્તળનો ભંગાર, છોલ સહિતનો રૂ।.૧ લાખથી વધુનો સામાન ચોરાઈ ગયો હતો. તેની તપાસમાં પોલીસે ચાર શખ્સને દબોચી લઈ ત્રણ બાઈક, એક રિક્ષા સહિત રૂ।.૩ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યાે છે.
જામનગર-રાજકોટ માર્ગ પર જાંબુડા પાટીયા નજીક આવેલા જયદીપભાઈ રમેશભાઈ વેકરીયા નામના આસામીના ખોડિયાર પ્લાસ્ટિક નામના કારખાનામાં ગઈ તા.૩ની રાત્રે ચોરી થઈ હતી. જેમાં કોમ્પ્યુટર, પ્રિન્ટર, ઈલેકટ્રીક સગડી, પીતળનો ૬૦ કિલો ભંગાર, ૪૦ કિલો પીતરનો છોલ, પંખો, ટેપ ઉઠાવી જવાયા હતા. તેની શરૂ કરાયેલી તપાસમાં પંચકોશી એ ડિવિઝનના પીઆઈ એમ.એન. શેખ, પીએસઆઈ એ.આર. પરમાર તથા સ્ટાફે ચાર શખ્સની અટક કરી હતી. જામનગરના ગુલાબનગર ઓવરબ્રિજ નજીક રેલવે ટ્રેક પાસે રહેતા ધીરૂ બાઘુભાઈ સોલંકી, આઈધન બચુભાઈ વાઘેલા, પ્રેમજી રાયધન વાઘેલા, પ્રવીણ ગોવિંદ વાઘેલા ઉર્ફે કરીમ નામના આ ચાર શખ્સે ઉપરોક્ત ચોરીની કબૂલાત આપી ચોરાઉ મુદ્દામાલમાંથી પિતળનો ભંગાર, કોપરનો ભંગાર તેમજ અન્ય સામાન અને ત્રણ મોટરસાયકલ તથા એક રીક્ષા કાઢી આપ્યા છે. પોલીસે રૂ।.૩૦૭૩૦૦નો મુદ્દામાલ કબજે કરી લીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial