Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આશાદિપ વિક્લાંગ કલ્યાણકારી ટ્રસ્ટ દ્વારા
જામનગર તા. ૧૩: જામનગરની આશાદીપ વિક્લાંગ કલ્યાણકારી ટ્રસ્ટમાં દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબીર યોજવામાં આવી હતી. અસ્થિવિષયક, શ્રવણમંદ, પ્રજ્ઞાચક્ષુ સહિતના દિવ્યાંગ સમુદાયને સમાજની મુખ્ય ધારામાં સમાવેશ કરવાના સરકારના અભિગમને આગળ ધપાવવા દિવ્યાંગ કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓથી માહિતગાર કરવા આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના કાર્ડ સંદર્ભે દિવ્યાંગો માટે શ્રેષ્ઠ કામગીરી કરનાર ગીંગણી ગામના અંકિતભાઈ બગથરિયાનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
જામનગર શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ઉમરભાઈ બ્લોચના અધ્યક્ષસ્થાને આયોજીત આ શિબિરમાં મુખ્ય મહેમાન તરીકે ભાજપ અગ્રણી મિલનભાઈ મોદી, અતિથિવિશેષ તરીકે સલીમભાઈ બ્લોચ, વસીમભાઈ કુરેશી, ચેલા ગ્રામ પંચાયતના ઉપસરપંચ કિરણભાઈ સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
આ શિબિરને સફળ બનાવવા આશાદીપ વિક્લાંગ કલ્યાણકારી ટ્રસ્ટ-જામનગરના ઉપપ્રમુખ રાજેશકુમાર પાલેજા, પેટા સ્પોર્ટસ એસો. જામનગરના હોદ્દેદારો શિવદાસભાઈ ગુજરિયા, ગૌરીબેન પંગર, રસિકસિંહ જાડેજા, અંજુમાબેન શેખ, દિવ્યાંગ મહિલા અધિકાર સમિતિના હોદ્દેદારો પ્રફુલ્લાબેન મંગે, જાયણીબેન મોઢા, ઐશ્વર્યાબા જાડેજા, દિવ્યાંગ કાર્યકર મહેન્દ્રસિંહ સોઢા, રાહુલભાઈ સોનગરા, અંકિતભાઈ બગથરિયા, વાલીબેન સાંગાણી, શિતલબેન વડગામા વિગેરેએ જહેમત ઊઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial