Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિફટી પણ ૪૭૭ તૂટ્યો હતો : ઈન્ટ્રા-ડે ઉતાર-ચઢાવ
મુંબઈ તા. ૧૩: આજે પ્રારંભે જ શેરબજારમાં ગાબડું પડ્યું છે. સેન્સેક્સ ૯૦૦ પોઈન્ટ તૂટ્યો હતો, જે કડાકો બપોરે દોઢના સુમારે વધીને ૧૪૭પ પોઈન્ટ સુધી પહોંચ્યો હતો. જેમાં રોકાણકારોના લાખો કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા હતાં. જો કે, ઈન્ટ્રા-ડે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.
શેરબજારમાં આજે ફરી એકવાર ભૂકં૫ જેવી સ્થિતિ સર્જાઈ છે. મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધના તણાવ અને ક્રૂડ ઓઈલના ભડકાએ ભારતીય રોકાણકારોના અબજો રૂપિયા ડૂબાડી દીધા છે, જેથી શેર માર્કેટ માટે આજે બ્લેક ફ્રાઈડે પુરવાર થયો છે.
આજે શુક્રવારે બજાર ખૂલતાની સાથે જ ચારેબાજુ વેચવાલી જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ ૯ર૩.પ૮ અંક અથવા ૧.ર૧ ટકા ગબડીને ૭પ,૧૧૭.૬ પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ નિફટી પ૦ પણ ૩૧૦ પોઈન્ટસ અથવા ૧.૩ર ટકાના ઘટાડા સાથે ર૩,૩ર૩ ના સ્તરે પહોંચી ગયો છે. બેંક નિફટીમાં પણ ૧૦૦૦ થી વધુ પોઈન્ટસનો મોટો કડાકો જોવા મળ્યો છે. આ ઘટાડાને કારણે રોકાણકારોની સંપત્તિમાં આશરે ૭ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું. જો કે, ઈન્ટ્રા-ડે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે, અને બપોરે દોઢ વાગ્યાના સુમારે સેન્સેક્સ ૧૪૭પ પોઈન્ટ અને નિફટી ૪૭૭ પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે.
ઈરાન દ્વારા બે તેલ ટેન્કરો પર કરવામાં આવેલ હૂમલા પછી સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સપ્લાય ખોરવાઈ જવાની ભીતિ છે. આ કારણે બ્રેન્ટ ક્રૂડની કિંમત પ૧૦૦ પર બેરલને પાર કરી ગઈ છે. જેની સીધી નકારાત્મક અસર ભારતીય બજાર પર પડી છે. યુદ્ધના કારણે માત્ર ભારત જ નહીં, સમગ્ર વિશ્વના બજારો દબાણમાં છે. અમેરિકાનો ડાઉજોન્સ ઈન્ડેક્સ ૭૦૦ થી વધુ અંક તૂટીને આ વર્ષે પ્રથમ વખત ૪૭,૦૦૦ ની નીચે બંધ થયો છે. જાપાનનો નિફટી રરપ અને ચીનનો એસએસઈ કોમ્પોસાઈટ પણ લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યાં છે.
વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી સતત નાણા ખેંચી રહ્યાં છે. ગુરૂવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ૭,૦૪૯.૮૭ કરોડ રૂપિયાના શેર વેંચ્યા હતાં. માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં કુલ ૩૯,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની વેંચવાલી થઈ છે. રોકાણકારોની નજર અમેરિકન ફેડરલ રિઝર્વની ૧૭-માર્ચના રોજ મળનારી બેઠક પર છે. વ્યાજદરો અંગેના અનિશ્ચિત વાતાવરણને કારણે બજારમાં ફાળ ફેલાયેલો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial