Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટ ડિવિઝનના કુલ ૭ કર્મચારીનું સન્માનઃ
જામનગર તા. ૧૩: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સેફ્ટી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સાત રેલવે કર્મચારીઓને ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના દ્વારા ડીઆરએમ ઓફિસ રાજકોટના કોન્ફરન્સ હોલમાં પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. વીજળી (ટ્રેક્શન) વિભાગના કર્મચારીઓને નવેમ્બર ર૦રપ, ડિસેમ્બર ર૦રપ અને જાન્યુઆરી ર૦ર૬ દરમિયાન ફરજ પર અસાધારણ સતર્કતા અને જવાબદારી દાખવી સંભવિત રેલ અકસ્માતો અટકાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવવા બદલ આ સન્માન આપવામાં આવ્યું હતું.
હિતેષ કુમાર ગઢિયા (સિનિયર સેક્શન એન્જિનિયર, લોકો ટ્રિપ શેડ, હાપા), જગદીશ પ્રસાદ સાહૃ (લોકો પાયલટ, રાજકોટ), મિતેષ પી. વાઘેલા (લોકો પાયલટ, રાજકોટ), જયદીપ પીઠવા (લોકો પાયલટ, રાજકોટ), પ્રકાશ દાસ (લોકો પાયલટ, ગુડ્સ, હાપા), સુનિલ કુમાર યાદવ (લોકો પાયલટ, ગુડ્સ, સુરેન્દ્રનગર) તથા સીતારામ ઘાસવા (લોકો પાયલટ, ગુડ્સ. હાપા) ને ડી.આર.એમ. દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં.
કાર્યક્રમમાં એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર કૌશલ ચૌબે, મુખ્ય તબીબી અધિકારી ડો. રાજકુમાર, વરિષ્ઠ ડિવિઝનલ સેફ્ટી ઓફિસર રમેશચંદ્ર મીણા, મુખ્ય પ્રોજેક્ટ મેનેજર સુધીર દુબે, વરિષ્ઠ ડિવિઝનલ ઈલેક્ટ્રીકલ એન્જિનિયર (ટ્રેક્શન) મનોજ કુમાર રાવ અને વરિષ્ઠ ડિવિઝનલ મટીરીયલ મેનેજર જેઠાભાઈ ડામોર ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial