Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોનું પણ પ્રતિ છ ગ્રામ રૂ।. ૧૦૦૦ તૂટ્યું:
મુંબઈ તા. ૧૬: આજે બજાર ખૂલતાની સાથે જ ચાંદીના ભાવ રૂ।. ૮,૦૦૦ ઘટ્યા છે, જ્યરે સોનામાં પણ રૂ।. ૧,૦૦૦ વધુનો ઘટાડો થયો છે.
આજે બજાર ખૂલતા જ સોના અને ચાંદીના ભાવ ઘટી રહ્યા હતાં. એમસીએક્સ પર શરૂઆતના કારોબારમાં ચાંદીના ભાવ રૂ।. ૮૦૦૦ જેટલા ઘટ્યા હતાં, જ્યારે સોનામાં રૂ।. ૧૦૦૦ થી વધુનો ઘટાડો થયો હતો. પાંચ માર્ચની ડિલિવરી માટે ચાંદીનો ભાવ પાછલા સત્રમાં રૂ।. ર,૪૪,૩૬૦ પ્રતિકિલોગ્રામ પર બંધ થયો હતો.
આજે તે રૂ।. ર,૩૮,૪૮૯ પર ખૂલ્યો હતો. શરૂઆતના કારોબારમાં તે રૂ।. ૮,ર૬૦ થી ઘટીને રૂ।. ર,૩૬,૧૦૦ થયો હતો. સવારે ૯-૧૭ વાગ્યે તે રૂ।. ૬,૬૭૯ ઘટીને રૂ।. ર,૩૬,૬૮૧ પર ટ્રેડ થઈ રહ્યો હતો.
એમસીએક્સ પર શરૂઆતના વેપારમાં પણ સોનાના ભાવ ઘટી રહ્યા છે. ર એપ્રિલની ડિલિવરી માટેનું સોનું પાછલા સત્રમાં રૂ।. ૧,પપ,૮૯પ પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થયું હતું અને આજે રૂ।. ૧,પ૪,૯૯૯ પર ખૂલ્યું હતું.
શરૂઆતના વેપારમાં તે રૂ।. ૧,પ૪,૬૭૬ ની નીચી સપાટી અને રૂ।. ૧,પપ,૧૦૦ ની ંચી સપાટીને સ્પર્શ્યુ હતું. સવારે ૯ વાગ્યે તે રૂ।. ૧,૦૧૮ અથવા ૦.૬પ ટકા ઘટીને રૂ।. ૧,પ૪,૮૭૭ પર ટ્રેડ થઈ રહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial