Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ તથા
નવી દિલ્હી તા. ૧૦: ગેસની સંગ્રહખોરી રોકવા માટે ડિલિવરી એજન્ટ હવે ઓટીપી અથવા બાયોમેટ્રિક વેરિફિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે. ઓઈલ માર્કેટીંગ કંપનીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ પ્રોપેન અને બ્યુટેનનો ઉપયોગ કોમર્શિયલને બદલે ઘરેલું સિલિન્ડરો માટે વધુ કરે. આવશ્યક વસ્તુ અધિનિયમ હેઠળ કટોકટીના પ્રાવધાનો લાગુ કરી દેવામાં આવ્યા છે.
સરકારે તમામ ઓઈલ રિફાઈનરી કંપનીઓને એલપીજી ઉત્પાદન વધારવાનો આદેશ આપ્યો હતો. મિડલ ઈસ્ટમાં વધતા તણાવથી ગેસનો પુરવઠો પ્રભાવિત થયો છે. આ જ ખતરાને ધ્યાનમાં રાખીને સરકારે આ આદેશ જાહેર કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, હવે રિફાઈનીરોએ પ્રોપેન અને બ્યુટેનનો ઉપયોગ ફક્ત રસોઈ ગેસ બનાવવા માટે કરશે.
તમામ કંપનીઓએ પ્રોપેન અને બ્યુટેનનો પુરવઠો સરકારી તેલ કંપનીઓને આપવો પડશે. સરકારી તેલ કંપનીઓમાં ઈન્ડિયન ઓઈલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમનો સમાવેશ થાય છે. તેનો હેતુ ગ્રાહકોને અવિરત ગેસ સિલિન્ડરનો પુરવઠો પૂરો પાડવાનો છે. આમ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ તથા ખાસ કરીને રાંધણગેસનો પુરવઠો જાળવવાનો હોય હોય પ્રાયોરિટી અપાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial