Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
                                                    દવા, ઈન્જેકશનનો જથ્થો રોડ ઉપર ફેંકાયો
જામનગર તા. ૩: જામનગરના રણજીત સાગર માર્ગે એક સોસાયટીમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો. આથી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અને મહાનગર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરનારી એજન્સીના સંચાલકોને રૂા. ૪૦ હજારનો દંડ ફટકાર્યાે હતો.
જામનગરમાં નંદનવન પાર્ક વિસ્તારમાં કોઈએ જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કર્યો હતો. જેમાં એકસ્પાયરી ડેઈટવાળી દવાની ટેબલેટનો અઢળક જથ્થો ફેંકવામાં આવ્યો હતો.
ઉપરાંત ઈન્જેકશન, સીરીઝ વગેરેનો પણ સમાવેશ થાય છે. આ અંગે ગત શનિવારે કોઈને જાણ થતા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને મહાનગર પાલિકાની ટીમ તપાસ માટે દોડી આવી હતી. અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઉપરાંત ક્રુડ એન્ડ ડ્રગ્સની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી અને તપાસ દરમ્યાન ગુરૂકૃપા નામની મેડિકલ એજન્સીનો આ દવાના જથ્થાનો જાહેરમાં નિકાલ કરાયો હોવાનું તપાસમાં ખુલવા પામ્યુ હતુ. આથી મેડિકલ એજન્સીના સંચાલકને રૂા. ૪૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અને તમામ બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો ઉપડાવી તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની સૂચના આપી હતી. આ અંગેનો વિડીયો સોશ્યલ મીડિયામાં પણ વાઈરલ થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial