ચિરવિદાય

જામનગર નિવાસી ધનકુંવરબેન કાનજીભાઈ લાંબા (ગઢવી), તે વિજયભાઈ, અનિલભાઈ, નિમુબેનના માતાનું તા. ૨૩-૭-૨૫ ના અવસાન થયું છે.

જામનગરઃ નાગોરી વણિક ગં.સ્વ. લીલાવંતીબેન ગુલાબરાય મણિયાર (ઉ.વ.૯૧), તે મીનાક્ષીબેન દિલીપકુમાર રાવલ, જયંતભાઈ અને પ્રદ્યુમન (પી.જી.)ના માતા તથા જલ્પેશ, વંદિતના દાદીનું તા. ૨૩ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૨૪ ને ગુરૂવારે સાંજે ૫ઃ૩૦ થી ૬ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે હેમશંકર મહાદેવ મંદિર, પંચેશ્વર ટાવર પાસે, જામનગરમાં રાખેલ છે. (લૌકિક વ્યવહાર રાખવામાં આવ્યો નથી)

જામનગર નાગોરી વણિક જ્ઞાતિના અશ્વિનકુમાર રમણીકલાલ જવેરી (બેંક ઓફ બરોડાવાળા) (ઉ.વ.૭૨) તે ઈલાબેનના પતિ, અમરીશ, દિવ્યા, માનસી, રીમ્પલના પિતા, સ્વ. સનતભાઈ, કીર્તિભાઈ, સ્વ. ચંદ્રીકાબેન, દિપીકાબેનના ભાઈ, અરવિંદભાઈ, રાજેશભાઈ, આશિષભાઈ જવેરીના બનેવી તા. ૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. સદ્ગતની અંતિમયાત્રા તા.૨૫ શુક્રવારે સવારે ૯ઃ૩૦ કલાકે તેમના નિવાસસ્થાન મહાવીર-સી સોસાયટી, બ્લોક નં.બી-૧૧૫, માહી ડેરીની સામે ,શરૂસેક્શન રોડ,જામનગર થી નીકળશે, તેમની પ્રાર્થનાસભા તા. ૨૫ને શુક્રવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન કુંવરબેન ધર્મશાળા, પવનચક્કી પાસે, જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ દિનેશભાઈ ચુનીલાલ બદીયાણી (ઉ.વ.૬૪) (વ્યવસ્થાપક વિથ હેડ એકાઉન્ટન્ટ, બેટ દ્વારકા મંદિર), તે અનસુયાબેન મહેશભાઈ કોટેચા, કનુભાઈ, કિશોરભાઈના મોટાભાઈ, યશ, હિરલ, મોહિત, ધૃતિ, અંશના અદા તથા વલ્લભદાસ જી.બારાઈના જમાઈનું અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨૪ને ગુરૂવારે સાંજે ૫ થી ૫ઃ૩૦ ભોજનાલય મંદિરની સામે રાખવામાં આવ્યું છે. પિયરપક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

ખંભાળીયાઃ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના વિમલ કિશોરભાઈ જાની (ઉ.વ.૩૯) તે સ્વ. મુકેશભાઈ જાનીના નાનાભાઈ, ડો. પાવન જાનીના કાકાનું તા. ૨૩ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૨૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ દરમ્યાન તેમના નિવાસસ્થાન રામનાથ સોસાયટીમાં રાખેલ છે.

જામનગરઃ રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિના સ્વ. દિનેશભાઈ શિવશંકર લવાના પત્ની ગં.સ્વ. નીલાબેન, તે સ્વ. શિવશંકર પોપટલાલ લવા, સ્વ. નિર્મળાબેન શિવશંકર લવા ના પુત્રવધૂ, બિપીનભાઈ, અનિલભાઈ, જીતેન્દ્રભાઈ, રમિલાબેન રાવલના ભાભી, નીતાબેન, ઉષાબેન, મીનાબેનના જેઠાણી, નૈમિશ, યશના માતા, પ્રણવ, પાર્થના ભાભુનું અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૫ને શુક્રવારે સાંજે ૫ થી ૫ઃ૩૦ દરમ્યાન રાજ્ય પુરોહિત બ્રાહ્મણ સમાજની વાડી, રાજગોર ફળી શેરી નં.૧, રણજીત રોડ, જામનગરમાં રાખેલ છે.

close
Ank Bandh