વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય શેરબજારમાં વોલેટિલિટી યથાવત્...!!!

તા. ૨૦-૦૨-૨૦૨૬ ના રોજ સવારે ૧૦ કલાકે.... આજના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર પરંતુ નરમ સંકેતો, અમેરિકન ટ્રેઝરી યીલ્ડમાં ફરી વધારાની ચાલ અને ડોલર ઇન્ડેક્સમાં મજબૂતીને કારણે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ રહ્યો. શરૂઆતથી જ ઇન્ડેક્સ પર વેચવાલીનું દબાણ જોવા મળ્યું, ખાસ કરીને હેવીવેઇટ શેરોમાં નફાવસૂલીના કારણે.

આઈટી અને બેન્કિંગ સેક્ટરમાં નબળાઈ મુખ્યત્વે વૈશ્વિક અનિશ્ચિતતા અને વ્યાજદર લાંબા સમય સુધી ઊંચા રહેવાની શક્યતા વચ્ચે રહી. મેટલ અને ઓટો સેક્ટરમાં પણ મિશ્ર વલણ જોવા મળ્યું. એફઆઈઆઈ દ્વારા વેચવાલી અને ડીઆઈઆઈ દ્વારા પસંદગીના લાર્જકૅપ શેરોમાં ખરીદી વચ્ચે બજારમાં ઊંચી વોલેટિલિટી નોંધાઈ. ડોમેસ્ટિક લિક્વિડિટી બજારને સંપૂર્ણ રીતે તૂટવાથી બચાવી રહી છે, છતાં ટૂંકા ગાળે દબાણ યથાવત્ રહેવાની શક્યતા છે.

એફઆઈઆઈ/ડીઆઈઆઈ અને વૈશ્વિક સંકેતો :

-એશિયન બજારોમાં નરમાઈ અને યુએસ વ્યાજદર અંગેની કડક ટિપ્પણીઓએ સેન્ટિમેન્ટ પર અસર કરી.

- પ્રારંભિક આંકડા મુજબ એફઆઈઆઈ તરફથી વેચવાલી નોંધાઈ, જ્યારે ડીઆઈઆઈએ પસંદગીના બ્લૂચિપ શેરોમાં સપોર્ટ આપ્યો.

- ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ ઇનફ્લો બજારમાં સ્થિરતા જાળવવામાં સહાયક રહ્યો.

કોમોડિટી બજાર :

ક્રૂડ ઓઈલ : સપ્લાય સંબંધિત ચિંતા અને જિયોપોલિટિકલ પરિસ્થિતિને કારણે ભાવ ઊંચા રહ્યા, જે મોંઘવારી અને કરંટ એકાઉન્ટ પર દબાણ ઊભું કરી શકે છે.

સોનું અને ચાંદી : વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે સોનું સેફ હેવન તરીકે મજબૂત રહ્યું છે. એમસીએક્સ પર સોનું અંદાજે રૂ।.૧,૫૫,૦૬૩/૧૦ ગ્રામ આસપાસ અને ચાંદી રૂ।.૨,૪૨,૬૫૯/કિલો નજીક ટ્રેડ થઈ રહી છે.

બેઝ મેટલ્સ : આંતરરાષ્ટ્રીય માંગ અંગે અનિશ્ચિતતા વચ્ચે મર્યાદિત હલનચલન જોવા મળ્યું.

સ્થાનિક પરિબળો : (૧) રિઝર્વ બેન્કનો ડેટા આધારિત અભિગમ લાંબા ગાળે સ્થિરતા માટે સકારાત્મક છે. (ર) રૂપિયો ડોલર સામે નબળો ટ્રેડ થતાં આયાત આધારિત સેક્ટર પર દબાણ જોવા મળી શકે છે. (૩) મજબૂત જીડીપી અંદાજ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ અને કેપેક્સ સાયકલ બજાર માટે લાંબા ગાળે આધારરૂપ છે. (૪) એસઆઈપી અને મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આવતી નિયમિત લિક્વિડિટી એફઆઈઆઈ વેચવાલી સામે બફર તરીકે કાર્ય કરે છે.

ટેકનિકલ એનાલિસીસ : માર્કેટ બ્રેડ્થ નબળી રહી. વધનાર શેરોની સંખ્યા ઘટનાર કરતાં ઓછી રહી. બેન્કિંગ અને આઈટી સેક્ટરમાં શોર્ટ બિલ્ડઅપના સંકેતો, જ્યારે મેટલ અને ડિફેન્સિવ સેક્ટરમાં મર્યાદિત ખરીદી જોવા મળી.

નિફ્ટી ફ્યુચર ટ્રેન્ડ : નિફ્ટી ફ્યુચરમાં શરૂઆત ઉછાળે વેચવાલી ડાઉનટ્રેન્ડમાં જોવાં મળી છે. ટ્રેડિંગના સંદર્ભમાં જોઈએ તો ૨૫૩૩૦ પ્રથમ અને ૨૫૨૦૨ અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટ લેવલ છે. ઉપરની તરફ ૨૫૪૭૪ થી ૨૫૬૦૬ ની સપાટી સ્પર્શી શકે છે. ૨૫૨૦૨ પોઈન્ટ નજીક નવી પોઝિશન બનાવતી વખતે સાવધાનીપૂર્વક કામકાજ કરવાની સલાહ છે.

સ્ટોક સ્પેશિફિક ટ્રેન્ડ :

અદાણી ગ્રીન (૯૫૩) : પાવર જનરેશન સેક્ટરની આ અગ્રણી કંપનીનો શેર હાલમાં રૂ।.૯૫૦ આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. રૂ।.૯૩૩ નજીક મજબૂત સપોર્ટ જોવા મળે છે, જ્યાંથી સ્ટોકમાં રિબાઉન્ડની શક્યતા ઊભી થાય છે. ટેકનિકલ ચાર્ટ પર ખરીદીનો રસ વધે તો ટૂંકા ગાળામાં રૂ।.૯૬૭ થી રૂ।.૯૭૫ સુધીની સપાટી નોંધાઈ શકે છે. રૂ।.૯૭૯ ઉપર ક્લોઝિંગ મળે તો વધુ તેજી તરફી મૂવમેન્ટ જોવા મળી શકે.

ઇન્ડસઇન્ડ બેન્ક (૯૩૦) : એ/ટી+વન ગ્રુપનો આ સ્ટોક રૂ।.૯૦૯ નજીક પોઝિટિવ બ્રેકઆઉટ દર્શાવી રહ્યો છે. રૂ।.૮૯૮ નો સપોર્ટ જળવાઈ રહે તો સ્ટોક રૂ।.૯૪૯ થી રૂ।.૯૬૫ સુધી ઊંચાઈ નોંધાવી શકે છે. બેન્કિંગ સેક્ટરમાં સુધરતા સેન્ટિમેન્ટને કારણે ટૂંકા ગાળે ખરીદીનું માહોલ બની શકે. સપોર્ટ નીચે સ્લિપ થાય તો સ્ટોપલૉસ અનિવાર્ય રાખવો.

ઝાયડસ લાઈફસાયન્સીસ (૮૯૧) : ફાર્મા સેક્ટરનો આ રોકાણલક્ષી સ્ટોક રૂ।.૮૭૮ અને રૂ।.૮૬૭ જેવા મજબૂત સપોર્ટ ઝોન ધરાવે છે. ડિફેન્સિવ બાયિંગના કારણે સ્ટોકમાં સ્થિરતા જોવા મળી રહી છે. સપોર્ટ પરથી બાઉન્સ મળે તો રૂ।.૯૦૩ થી રૂ।.૯૧૩ સુધીનો ટાર્ગેટ શક્ય છે. મધ્યમ ગાળાના રોકાણકારો માટે આ લેવલ ધ્યાનમાં લેવા યોગ્ય.

કોટક બેન્ક (૪૧૭) : પ્રાઈવેટ બેન્કિંગ સેક્ટરનો આ સ્ટોક હાલમાં રૂ।.૩૯૮ થી રૂ।.૪૩૪ ની રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. રેન્જ બાઉન્ડ મૂવમેન્ટમાં નીચલા સ્તરે ખરીદી અને ઉપરના સ્તરે વેચાણની સ્ટ્રેટેજી અપનાવી શકાય. અંદાજીત રૂ।.૩૯૦ નજીક મજબૂત સપોર્ટ માનવો. રેન્જ બ્રેકઆઉટ થાય તો ટ્રેન્ડમાં તેજી શક્ય બને.

સેક્ટર મૂવમેન્ટ :

બેન્કિંગ : ઊંચા લેવલ્સ પરથી પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું, ખાસ કરીને પ્રાઈવેટ સેક્ટર બેન્કોમાં. વૈશ્વિક બોન્ડ યીલ્ડમાં વધારાથી ફાઇનાન્શિયલ્સ પર દબાણ રહ્યું. ટૂંકા ગાળાના ટ્રેડર્સ દ્વારા પોઝિશન લાઈટ કરવામાં આવી. પીએસયુ બેન્કોમાં મિશ્ર વલણ રહ્યું, જ્યારે એનબીએફસી સેગમેન્ટમાં પસંદગીના સ્ટોક્સમાં વેચવાલી વધુ નોંધાઈ.

આઈટી : યુએસ માર્કેટમાં ટેક ખર્ચ અંગે અનિશ્ચિતતા અને ડીલ વિન્સની ગતિ અંગે ચિંતા વચ્ચે મોટા આઈટી શેરોમાં નબળાઈ જોવા મળી. કરન્સી મૂવમેન્ટ માર્જિન પર અસર કરી શકે છે તેવો અંદાજ રોકાણકારોમાં સાવચેતી વધારી રહ્યો છે. મિડકૅપ આઈટી શેરોમાં વધુ વોલેટિલિટી નોંધાઈ.

ઓટો : વધતા ઇનપુટ કોસ્ટ અને નિકાસ બજારમાં અનિશ્ચિતતા સેક્ટર માટે દબાણકારક રહ્યા. ખાસ કરીને ટૂ-વ્હીલર અને કમર્શિયલ વાહન સેગમેન્ટમાં વેચવાલી જોવા મળી.

ફાર્મા : ડિફેન્સિવ બાયિંગને કારણે સેક્ટર તુલનાત્મક રીતે સ્થિર રહ્યો. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારો સુરક્ષિત વિકલ્પ તરીકે ફાર્મા શેરોમાં રસ દાખવી રહ્યા છે. યુએસએફડીએ સંબંધિત અપડેટ્સ અને ડોલરની ચાલ સેક્ટર માટે મુખ્ય ટ્રિગર રહેશે.

રિયલ એસ્ટેટ : વ્યાજદર સંવેદનશીલતાને કારણે મિશ્ર વલણ જોવા મળ્યું. મોટા શહેરોમાં રહેણાંક માંગ મજબૂત હોવાને કારણે લાંબા ગાળે સેક્ટર માટે દૃષ્ટિકોણ સકારાત્મક છે, પરંતુ ટૂંકા ગાળે વ્યાજદર અને લોન ખર્ચ અંગેની અનિશ્ચિતતા વોલેટિલિટી વધારી શકે છે.

મેટલ : આંતરરાષ્ટ્રીય કોમોડિટી કિંમતોમાં મર્યાદિત સ્થિરતા છતાં સેક્ટરમાં શોર્ટ કવરિંગના છૂટક સંકેતો જોવા મળ્યા. ચાઈના માંગ અને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ આઉટલુક સેક્ટર માટે મુખ્ય પરિબળ રહેશે.

બજારની ભાવિ દિશા :

ટૂંકા ગાળે બજારમાં વોલેટિલિટી યથાવત્ રહેવાની શક્યતા છે અને ઇન્ડેક્સ હાઈ વોલેટાઇલ રેન્જમાં ટ્રેડ થઈ શકે છે. યુએસ મોંઘવારીના આંકડા, ટ્રેઝરી બોન્ડ યીલ્ડની દિશા અને ડોલર ઇન્ડેક્સમાં ચાલ આગામી દિવસોમાં મુખ્ય ટ્રિગર તરીકે કામ કરશે. જો ગ્લોબલ યીલ્ડમાં સ્થિરતા આવે અને ડોલરમાં નરમાઈ જોવા મળે તો ઇન્ડેક્સમાં શોર્ટ કવરિંગ સાથે ટેકનિકલ રિકવરી શક્ય બની શકે છે. ખાસ કરીને હેવીવેઇટ બેન્કિંગ અને આઈટી શેરોમાં રિલીફ રેલી જોવા મળી શકે છે.

પરંતુ ક્રૂડ ઓઈલમાં તેજી યથાવત્ રહે અને ડોલર મજબૂત રહે તો ઉપરના લેવલ્સે ફરી વેચવાલી સક્રિય બની શકે છે. તે સ્થિતિમાં ઇન્ડેક્સ નજીકના સપોર્ટ ઝોનની ફરી ટેસ્ટિંગ કરી શકે છે. માર્કેટ બ્રેડ્થમાં સુધારો અને એફઆઈઆઈ ફ્લોમાં સ્થિરતા આવ્યા વિના ટકાઉ તેજી મુશ્કેલ જણાય છે. ડેરિવેટિવ્સ ડેટા મુજબ, જો ઓપન ઈન્ટરેસ્ટમાં વધારો સાથે ભાવ ઘટે તો તે નબળાઈનો સંકેત ગણાશે, જ્યારે શોર્ટ કવરિંગથી વોલેટાઇલ અપમૂવ આવી શકે છે. ટ્રેડર્સે લેવલ-ટુ-લેવલ ટ્રેડિંગ, ટ્રેઇલિંગ સ્ટોપલોસ અને રિસ્ક-રીવોર્ડ રેશિયોનું કડક પાલન કરવું જરૂરી રહેશે. ઓવરલિવરેજ્ડ પોઝિશનથી દૂર રહેવું અને સમાચાર આધારિત અચાનક મૂવમેન્ટ માટે તૈયાર રહેવું યોગ્ય રહેશે.

 

close
Ank Bandh