Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડોદરા સેક્શનમાં બ્લોક લેવાના કારણે
જામનગર તા. ૭: ગેરતપુર-વડોદરા સેક્શનમાં રેલવે દ્વારા લેવામાં આવેલા બ્લોકના કારણે જામનગર-વડોદરા વચ્ચે ચાલતી ઈન્ટરસિટી ટ્રેનને અમદાવાદ સુધી જ દોડાવવામાં આવશે. એટલે કે અમદાવાદ-વડોદરા વચ્ચે આ ટ્રેન રદ્ રહેશે.
ગેરતપુર-વડોદરા સેક્શનમાં વાસદ-રાણોલી સ્ટેશનો વચ્ચે રી-ગાર્ડરીંગનું કામ કરવામાં આવનાર હોવાથી રેલવે દ્વારા મેગા બ્લોક લેવામાં આવ્યો છે. પરિણામે રાજકોટ રેલવે ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થનાર છે.
ટ્રેન નંબર રર૯૬૦ જામનગર-વડોદરા ઈન્ટરસિટી ટ્રેન તા. ૭, ૧૧, ૧૪, ૧૮, ર૧ અને ર૮ મે ર૦રપ અને તા. ૪ અને ૮ જૂન ર૦રપ ના દિવસે આ ટ્રેન માત્ર અમદાવાદ સુધી જ જશે. એટલે કે અમદાવાદ-વડોદરા વચ્ચે બંધ રહેશે. જ્યારે ટ્રેન નંબર ૧ર૪૭૭ જામનગર-શ્રી માતા વૈશ્નવદેવી, કટરા એક્સપ્રેસ ટ્રેન તા. ૭, ૧૪, ર૧ અને ર૮ મે તથા ૪ જૂન ર૦રપ ના આ ટ્રેન માર્ગમાં પ૦ મિનિટ મોડી થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial