Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મકાઈ, રાગી, મેથી, સીતાફળ, સ્ટ્રોબેરી, ડ્રાયફ્રૂટ, કઠોળ, શાકભાજી સહિતના વિવિધ રોટલા ધરાયા
દેને કો ટૂકડો ભલો, લેને કો હરિ નામ, સંત શિરોમણી જલારામ બાપાએ ૧૮૭૬ થી શરૂ કરેલા અન્નક્ષેત્ર સેવા યજ્ઞની પ્રેરણાના ભાગરૂપે જામનગરના હાપા સ્થિત જલારામ મંદિરના આંગણે દર વર્ષે રોટલા અન્નકૂટનું આયોજન કરાય છે, જે પરંપરા અનુસાર આ વખતે પણ જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા રોટલા અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો, જેમાં ૧૧૧ પ્રકારના રોટલાનો અન્નકૂટ ધરાયો હતો. જામનગરમાં ૧૭ જાન્યુઆરીના સતત ૧૧ મા વર્ષે આ રોટલા અન્નકૂટ ધરાયો હતો, જેમાં મકાઈ, રાગી, મેથી, પાલક, સીતાફળ, સ્ટ્રોબેરી, ડ્રાયફ્રૂટ વિવિધ કઠોળ અને શાકભાજી સહિતના ૧૧૧ રોટલા બનાવી જલારામ બાપાને ધરવામાં આવ્યા હતાં. હાપા જલારામ મંદિરમાં રોટલા અન્નકૂટ પાછળનો મુખ્ય હેતુ જલારામ બાપાએ જગાવેલી સેવાના જ્યોતને જાળવી રાખવાનો છે. ભોગ ધરાવેલા વિવિધ રોટલાને મંદિરમાં દર્શને આવતા જલારામ ભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવ્યા હતાંં. આ રોટલા અન્નકોટમાં જલારામ બાપાને થાળ ધરવા માટે જામનગર લોહાણા મહાજન પ્રમુખ ભરતભાઈ મોદી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, મંદિર ટ્રસ્ટના રમેશભાઈ દત્તાણી સહિતના આગેવાનો-અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. રોટલા અન્નકોટ સાથે શ્રીનાથજીની ઝાંખીનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ ઝાંખીના કાર્યક્રમમાં પણ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉમટ્યા હતાં. આ વર્ષે પણ મોટી સંખ્યામાં જલારામ ભક્તો રોટલા અન્નકોટના દર્શન માટે ઉમટી પડ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial