Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચૈત્ર નવરાત્રિ દરમિયાન
દ્વારકા તા. ર૧: ભારતીય સંસ્કૃતિમાં શક્તિ અને માતાને વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે. નવદુર્ગા શક્તિની ઉપાસનાનું સર્વોત્તમ પર્વ એટલે નવરાત્રિ, રાવળા તળાવની પશ્ચિમ દિશાએ દ્વારકાના પૌરાણિક મંદિરો પૈકીનું એક એવું શ્રી ભદ્રકાલી માતાજીનું મંદિર આવેલું છે. મુખ્ય મંદિરના ગર્ભગૃહે શ્રી ભદ્રકાલી માતાજીની પ્રતિમાની ફરતે મહાકાલી, મહાલક્ષ્મી તથા મહાસમસ્વતીના ત્રણ યંત્રો આવેલા છે, તેમજ નિજ મંદિરના પ્રવેશદ્વાર પાસે ત્રિપુરા સુંદરી માતાજી બિરાજે છે. મુખ્ય મંદિરની બાજુમાં આશાપુરા માતાજીનું મંદિર તેમજ પશુપતિનાથ મહાદેવ, હનુમાનજીનું બાળ સ્વરૂપ અને ચારણગોર ઠાકર કુટુંબના દેવ આવેલા છે.
હાલમાં ચૈત્રી નવરાત્રિ ચાલી રહેલ હોવાથી ભદ્રકાલી માતાજીના મંદિરે બહોળી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવે છે. ઉપરાંત શહેરના અનેકગણા માતાજીના ઉપાસકો નવરાત્રિ દરમિયાન પ્રતિદિન સવાર-સાંજ માતાજીની સેવા-પૂજા, આરાધના તથા દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આ મંદિરમાં શ્રીયંત્ર સ્થાપિત હોવાથી તાંત્રિક સાધના માટે આ મંદિરે ખૂબ જ ઉત્તમ ગણાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial