Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાની તમામ અદાલતોમાં તા. ૧૪ માર્ચે નેશનલ લોક અદાલત યોજાશે

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આયોજનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશ અનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તા. ૧૪-૩-૨૬ના નેશનલ લોક અદાલત યોજવામાં આવશે.

જામનગર જિલ્લાની તમામ કોર્ટમાં ફોજદારી સમાધાનપાત્ર કેસ, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબના ચેકના કેસ, બેંક રિકવરી દાવા, એમ.એ.સી.પી.ના કેસ, લેબર તકરારના કેસ, લગ્ન વિષયક તકરારના કેસ, વીજળી અને પાણી બિલ (સમાધાનપાત્ર ન હોય તે સિવાયના) કેસ, કૌટુંબિક તકરારના કેસ, જમીન સંપાદનના કેસ, સર્વિસ મેટરના પે અને એલાઉન્સીસ અને નિવૃત્તિના લાભના કેસ, રેવન્યુ કેસ (ડીસ્ટ્રીકટ કોર્ટ અને હાઈકોર્ટના પેન્ડીંગ હોય તે જ) અન્ય સીવીલ કેસ (ભાડુઆત, સુખાધિકાર હકક, મનાઈ હુકમનાદાવા વગેરેના કેસો માટેની નેશનલ લોક અદાલતનું તા. ૧૪-૩-૨૬ના નાલ્સાના એકશન પ્લાન મુજબ આયોજન કરેલ છે.

જામનગર જિલ્લાની જાહેર જનતા તથા પક્ષકારો તેઓના ઉપરોક્ત જણાવેલ પેન્ડીંગ કેસોમાં સમાધાનથી તકરારનું નિવારણ કરવા, તેઓના વિ.વકીલ મારફતે જે તે કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય તે કોર્ટને કેસ લોક અદાલતમાં મુકવા સંપર્ક કરી શકશે. લોક અદાલત તકરારના સમાધાન માટે એક સુખદ નિવારણમાં ફોરમ છે. જેમાં પક્ષકાર સમાધાનથી કેસનો નિકાલ લાવી શકે છે. અને તેનાથી પક્ષકારને ઝડપી ન્યાય મળી શકે છે. વધુમાં લોક અદાલતના માધ્યમથી કેસમાં સમાધાન કરવાથી લોકોને આર્થિક નુકસાની અને સમયની બચત થાય છે. લોક અદાલત અંગે કોઈપણ માહિતી મેળવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જામનગરનો ફોન નં. ૦૨૮૮-૨૫૫૦૧૦૬ ઉપર સંપર્ક કરવો તેમજ દરેક જિલ્લા-તાલુકાકક્ષાની કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય તો તે જિલ્લા-તાલુકા કોર્ટનો સંપર્ક કરવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ, સિનિયર સિવિલ જજની યાદીમાં જણાવાયુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh