Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ જિલ્લામાંથી સૌથી વધુ ૨૩ વ્યક્તિ જામનગરનાઃ
જામનગર તા. ૬: વ્યાજખોરો સામેની રજૂઆત સાંભળવા માટે રાજકોટ રેન્જ આઈજી દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમમાં પાંચ જિલ્લામાંથી ૬૮ વ્યક્તિ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જામનગરના ર૩ વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. વ્યાજખોરી અંગે સૌથી વધુ રજૂઆત જામનગર જિલ્લામાંથી કરવામાં આવી છે.
જામનગર સહિત પાંચ જિલ્લાના જે લોકો વ્યાજખોરીનો ભોગ બન્યા હોય તેઓને ન્યાય અપાવવા રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્તરાય દ્વારા બે દિવસીય જનસંપર્ક સભા આયોજિત કરવામાં આવી હતી. જેમાં હાજર થયેલા પીડિતોએ વ્યાજખોરો વિરૂદ્ધની રજૂઆત કરી હતી.
લોકદરબારમાં કુલ ૬૮ રજૂઆત મળવા પામી હતી. તેમાંથી ૩૧ રજૂઆત બાબતે જે તે જિલ્લામાંથી આઈજી દ્વારા અહેવાલ મંગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રજૂ થયેલા જામનગર ઉપરાંત રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને દ્વારકા જિલ્લામાંથી સૌથી વધુ રજૂઆત જામનગર જિલ્લાની હતી. ૨૩ વ્યક્તિઓ તે માટે ઉપસ્થિત રહી હતી.
આઈજી સમક્ષ કરાયેલી રજૂઆતોમાં દસ રજૂઆત એવી હતી કે, અરજદારોએ વ્યાજખોરોના ત્રાસથી ઘર છોડીને નાસી જવું પડ્યું હતું. આ વ્યક્તિઓએ જેના જેના નામ આપ્યા છે તે તમામ વ્યક્તિઓને રેન્જ આઈજીની કચેરીએ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial