Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૧: બક્ષી પરિવાર દ્વારા પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન તા. ૩-૪ થી તા. ૯-૪ સુધી સાંજના ૪ થી ૭ વાગ્યા દરમ્યાન શ્રી કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજ, રણજીતનગર, જામનગરમાં કરવામાં આવ્યું છે. શાસ્ત્રી ભરતભાઈ જાની વ્યાસાસને બિરાજીને કથાનું રસપાન કરાવશે.
જેમાં તા. ૩ના બપોરે ૩ વાગ્યે રણજીતનગર સ્થિત રણછોડદાસ બાપુ આશ્રમથી પોથીયાત્રા નીકળશે અને કથા સ્થળે પહોંચશે, રાત્રે ૯ વાગ્યે શ્રી બાલા હનુમાન સંકીર્તન મંડળની રામધૂન, તા. ૪ ના કપીલ મહારાજ પ્રાગટ્ય ઉત્સવ, રાત્રે ૯ વાગ્યે નિલેષભાઈ રાઠોડ દ્વારા ભક્તિ સંગીતનો કાર્યક્રમ, તા. ૫ ના શ્રી નૃસિંહ ભગવાન પ્રાગટ્ય ઉત્સવ, રાત્રે ૯ વાગ્યે હનુમાન ચાલીસાના પાઠ, તા. ૬ ના શ્રી વામન જન્મ ઉત્સવ, શ્રીરામ જન્મ ઉત્સવ અને શ્રીકૃષ્ણ જન્મ ઉત્સવ, રાત્રે ૯ વાગ્યે ભાસ્કરભાઈ શુક્લ કાર્યક્રમ પ્રસ્તૂત કરશે, તા. ૭ ના ગોવર્ધન પૂજા (છપ્પન ભોગ), રાત્રે ૯ વાગ્યે ડો. રઈશ મનીઆરનો કાર્યક્રમ, તા. ૮ ના શ્રીકૃષ્ણ ભગવાન અને માતા રૂક્ષ્મણી વિવાહ, રાત્રે ૯ વાગ્યે નિધી ધોળકીયા દ્વારા શ્રીનાથજીની ઝાંખી, તા. ૯ ના શ્રી સુદામા મિલન અને પરિક્ષીત મોક્ષ, ત્યાર પછી કથાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. સાંજે ૭ વાગ્યે મહાપ્રસાદ યોજાશે. ઉલ્લેખનિય છે કે દરરોજ કથાના વિરામ પછી પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial