Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘવાયેલા બાઈકચાલક સામે પોલીસ ફરિયાદઃ
જામનગર તા. ૭: જામનગર નજીકના નાની લાખાણી ગામના બે વૃદ્ધ રવિવારે સાંજે પોતાના ઘરેથી ચાલીને એક મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે ચાવડા ગામ પાસે એક બાઈકે તેઓને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા એક વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે બીજા વૃદ્ધ અને બાઈકચાલકને ઈજા થઈ છે. પોલીસે બાઈકચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગર તાલુકાના નાની લાખાણી ગામના ટેમભા દીપસંગ જાડેજા (ઉ.વ.૬૫) નામના વૃદ્ધ તથા દાદુભા ભવાનસંગ જાડેજા (ઉ.વ.૬૯) નામના તેમના મિત્ર રવિવારે સાંજે પોતાના ઘરેથી ચાલીને ચાવડા ગામના પાટીયા પાસે આવેલા મામાદેવના મંદિરે જતા હતા.
તેઓ જયારે મંદિરથી થોડે દૂર હતા ત્યારે જીજે-૧૦-સીસી ૨૩૩૦ નંબરનું મોટરસાયકલ પુરપાટ ઝડપે ધસી આવ્યું હતું. તેના ચાલક કેશુ નાનસીંગ પસાયાએ આગળ ચાલ્યા જતા બંને વૃદ્ધને હડફેટે લીધા હતા. રોડ પર પડી ગયેલા દાદુભા તેમજ ટેમભાને ઈજાઓ થઈ હતી. જ્યારે ટક્કર માર્યા પછી કેશુ પણ મોટરસાયકલ પરથી ફંગોળાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા દાદુભાનું મૃત્યુ નિપજ્યું છે. ઈજા પામેલા ટેમભા તથા કેશુ નાનસીંગને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ટેમભા જાડેજાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે મોટરસાયકલના ચાલક કેશુ નાનસીંગ સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial