Advertisement
Author: નોબત સમાચાર

આખરે નીતિશ કુમારે રાજ્યસભાના સભ્ય તરીકે લીધા શપથઃ સી.એમ. પદ છોડશે

કૌન બનેગા બિહાર કા મુખ્યમંત્રી?: બેઠકોનો ધમધમાટ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૦: આજે નીતિશ કુમારે રાજ્યસભા સભ્ય તરીકે શપથ લીધા છે, અને હવે બિહારનું સી.એમ. પદ છોડશે તેથી બિહારના નવા સી.એમ. અંગે પટનાથી દિલ્હી સુધી બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

બિહારના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લઈને પોતાની નવી સંસદીય ઈનિંગની શરૂઆત કરી છે. સંસદ ભવનમાં રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને તેમને શપથ લેવડાવ્યા હતાં. શપથવિધિ પહેલા નીતિશ કુમારે જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરી હતી.

નીતિશ કુમાર હવે એવા નેતા બની ગયા છે જેઓ વિધાનસભા અને લોકસભાની સાથે બન્ને ઉચ્ચ ગૃહો (વિધાનસભા પદ અને રાજ્યસભા) ના પણ સભ્ય રહ્યા છે. નીતિશ કુમાર આજે સાંજે જ પટના પરત આવશે. જે પછી ટૂંક સમયમાં જ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપે તેવી શક્યતા છે.

બિહારના નવા મુખ્યમંત્રીની પસંદગી માટે આજે દિલ્હીમાં ભાજપના કોર ગ્રુપની બેઠક યોજાઈ રહી છે. પટનમાંં સમ્રાટ ચૌધરીના સમર્થનમાં પોસ્ટરો લાગ્યા છે, જે પછી રાજકીય ગરમાવો વધી ગયો છે, જો કે ભાજપ નેતૃત્વ વિજય કુમાર સિન્હા અને સમ્રાટ ચૌધરી વચ્ચે સંતુલન જાળવવા ૧૪ એપ્રિલે અંતિમ નિર્ણય લઈ શકે છે.

વરિષ્ઠ મંત્રી વિજય ચૌધરીએ સ્પષ્ટ કર્યું છે કે, નવી સરકાર પણ 'નીતિશ મોડલ' પર જ કામ કરશે.

નીતિશ કુમાર લોકસભાના સભ્ય હતાં અને અટલ બિહાર વાજપેયીની સરકારમાં રેલવે મંત્રી તરીકે કામ કરી ચૂક્યા હતાં. ર૪ નવેમ્બર ર૦૦પ ના તેમણે સીએમ તરીકે શપથ લીધા અને સાંસદ પદેથી રાજીનામું આપ્યું હતુંંં.

શું તાજેતરમાં વર્ષ ર૦ર૬ માં ૧૦ મી વખત બિહારના સી.એમ. બન્યા પછી માત્ર ૪ મહિનામાં જ મુખ્યમંત્રી પદ છોડીને રાજ્યસભાના સભ્ય થવાનો તેમણે નિર્ણય લીધો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh