Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના નભોમંડળમાં શનિવારે સાંજે જોવા મળશે પ્લેનેટ પરેડની ખગોળિય ઘટના

તા. ૨૮ ફેબ્રુઆરીના પ્રદર્શન ગ્રાઉન્ડમાં ૩ ટેલિસ્કોપ દ્વારા નિદર્શન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગરના નભો મંડળમાં શનિવારે સાંજે 'પ્લેનેટ પરેડ' ની ખગોળીય ઘટના ના નિદર્શનનો કાર્યક્રમ યોજાશે. જામનગરના પ્રદર્શન મેદાનમાં સાંજે ૬ થી ૭ વાગ્યા દરમિયાન જુદાજુદા ત્રણ ટેલિસ્કોપ ગોઠવી નિદર્શનનો કાર્યકમ યોજાશે.

જામનગરના નભો મંડળમાં શનિવારે સાંજે 'પ્લેનેટ પરેડ' ની ખગોળીય ઘટના સર્જાવા જઈ રહી છે, અને જેના નિદર્શન માટેનો જામનગરના પ્રદર્શન મેદાનમાં તા ૨૮.૦૨.૨૦૨૬ ને શનિવારના સાંજે ૬.૦૦ થી ૭.૦૦ વાગ્યા દરમિયાન ખગોળ મંડળ જામનગર અને રંગતાલી ગ્રુપના સહયોગથી જુદાજુદા ત્રણ ટેલિસ્કોપ ગોઠવી નિદર્શનનો કાર્યકમ યોજાશે, અને ખગોળ પ્રેમીઓને બુધ ગ્રહ, ગુરુ ગ્રહ, શુક્ર ગ્રહ, નેપચ્યુન ગ્રહ, યુરેનસ તથા શનિ ગ્રહ સહિતના અલગ અલગ ગ્રહોનું પ્રત્યક્ષ નિદર્શન કરાવાશે. જેનો સર્વે ખગોળ પ્રેમીઓએ લાભ લેવા અનુરોધ કરાયો છે.

જામનગર સહિતના ખગોળ પ્રેમીઓ માટે આવનારા ૧૦ દિવસો અગત્યના રહેશે. જે પૈકી સૌ પ્રથમ ૨૮ ફેબ્રુઆરી ના સાંજના સમયે ૬.૦૦ વાગ્યાથી દક્ષિણ - પશ્ચિમ દિશામાં ૬ ગ્રહો એક સાથે હાજર રહેશે. જે ૬ ગ્રહો ની હાજરી એ માત્ર આકાશી નજારો નથી, પરંતુ ખગોળપ્રેમીઓ માટે નવી ઉત્સુકતા પ્રેરક પ્રસંગ છે, જ્યારે ફોટોગ્રાફરો માટે સર્જનાત્મક પળ બની રહેશે, અને બાળકો માટે નવી પ્રેરણા બની શકે છે.

આગામી ૨૮ ફેબ્રુઆરી શનિવારના સૂર્યાસ્ત બાદ પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ક્ષિતિજ તરફ આકાશ માં સૂર્યમાળાના ૬ ગ્રહોની હાજરી રહેશે. આ ઘટનાને ખગોળની ભાષામાં *પ્લેનેટરી પરેડ* અથવા  *પ્લેનેટરી એલાઇનમેન્ટ * કહેવામાં આવે છે. આ દિવસે બુધ, શુક્ર, શનિ, નેપ્ચ્યુન, યુરેનસ, અને ગુરુ એક ખગોળીય પટ્ટામાં ગોઠવાયેલા દેખાશે. બ્રહ્માંડની દૃષ્ટિ એ આ ગોઠવણી સરળ રેખામાં નથી હોતી, પરંતુ પૃથ્વી ઉપર થી જોતા ક્રાંતિવૃતની આસપાસ ગોઠવાયેલા દેખાય છે.  સૂર્યમાળા ના તમામ ગ્રહો લગભગ એકજ સમતલ માં પરિભ્રમણ કરે છે, તેથી ક્યારેક અમુક ગ્રહો એક જ વિસ્તારમાં ગોઠવાયેલા દેખાય છે ત્યારે *પ્લેનેટરી એલાઇનમેન્ટ* કહેવામાં આવે છે. તેમ ખગોળ મંડળના કિરીટ શાહએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh