Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુરના રાવલમાં ખેતરમાંથી મળી ઈંગ્લીશ દારૂની ચોવીસ બોટલ

મકાનમાંથી છ બોટલ દારૂ સાંપડ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: કલ્યાણપુરના રાવલમાં બેકર સીમમાં આવેલા એક ખેતરમાં પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી તલાશી લેતા ઈંગ્લીશ દારૂની પ્લાસ્ટિકની ર૪ બોટલ મળી આવી હતી. જ્યારે રાવલ ગામમાં એક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની છ બોટલ કબજે કરાઈ હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમા બેકર સીમમાં એક ખેતરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી કલ્યાણપુર પોલીસ મથકના સ્ટાફે ગઈકાલે રાત્રે સંજય હરદાસ જાદવ નામના શખ્સના ખેતરમાં દરોડો પાડી તલાશી લીધી હતી.

આ ખેતરમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની પ્લાસ્ટિકની ર૪ બોટલ મળી આવી હતી. પોલીસે રૂ।.ર૬૪૦૦ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી સંજયની ધરપકડ કરી છે.

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં જ પાડવામાં આવેલા બીજા દરોડામાં પાલાભાઈ રાજુભાઈ ગઢવીના મકાનમાં પોલીસે દરોડો પાડતા તે મકાનમાંથી દારૂની છ બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ કબજે કરી પાલાભાઈની ધરપકડ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh