Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં નિર્માણાધિન ફ્લાયઓવર બ્રિજનું લાઈટીંગ થતા અદ્ભુત નજારો

રૂ. રર૬ કરોડના ૧૩૯ પીલર્સ ધરાવતો સાડાત્રણ કિ.મી. લાંબા ફ્લાય ઓવર બ્રિજના કામની ઝડપ વધી

                                                                                                                                                                                                      

જામનગરમાં ઓગસ્ટ ર૦ર૧ થી નિર્માણાધિન એવો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ૩.પ કિલોમીટરની લંબાઈ ધરાવતો ફ્લાય ઓવર રૂ. રર૬ કરોડના ખર્ચે સંપૂર્ણ તૈયાર થઈ ગયો છે. હાલ બ્રિજની નીચેના ગાળામાં પાર્કિંગની, સર્વિસ રોડની કામગીરી તેમજ બ્રિજની ઉપર રિફ્લેક્ટર્સ લગાવવાની, પીળા-કાળા-સફેદ પટ્ટા મારવાની કામગીરી પૂર્ણતાને આરે છે. બ્રિજ ઉપરની લાઈટો પણ લગાવાઈ છે. સૂત્રોથી મળતી માહિતી મુજબ આ બ્રિજનું લોકાર્પણ તા. ૧પ-૧૦-ર૦રપ ના થઈ શકે તેવી તંત્રની તૈયારીઓ છે. જામનગર શહેરના સુભાષબ્રીજથી સાત રસ્તા સુધીનો ફ્લાય ઓવર બનાવવા રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૯૭ કરોડની ગ્રાન્ટ ફાળવણી કર્યા પછી શરૂ થયેલું કામ હવે લગભગ પૂરૂ થયું છે. ૩૪પ૦ મીટર લંબાઈનો બ્રિજને ૧૩૯ પીલર્સ ઉપર ઊભો કરાયો છે. આ ફ્લાય ઓવરબ્રિજને ઈન્દિરા માર્ગ ઉપર સાત રસ્તાથી ઓશવાળ સેન્ટર વચ્ચે, ખંભાળિયા રોડ પર પણ ઓશવાળ સેન્ટરના બીજા મેઈન દરવાજા તરફ એક-એક ટુ-ટ્રેક રેમ્પ અપાયા છે. આ ઉપરાંત સુભાષ બ્રિજથી આવતા વાહનોને ચડવા માટે તેમજ સાત રસ્તા સર્કલમાં જાડાના બિલ્ડીંગ પાસે પણ એક રેમ્પ (ઢાળિયો) આપવામાં આવ્યા છે, જ્યારે મુખ્ય બ્રિજ ૧પ મીટરનો એટલે કે, ફોર ટ્રેક છે. હવે બ્રિજની હેઠળના કામો ચાલુ છે. આ ઓવર બ્રિજ નીચેની જુદી જગ્યાઓમાં પેઈડ પાર્કિંગ, ફૂડ ઝોન અને રેમઝોન તથા નાગરિકોને જામનગર મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ મળી રહે તે માટે સિવિક સેન્ટર ઊભું કરવામાં આવશે. આમ તંત્ર બ્રિજની નીચેના બે પીલરો વચ્ચેના ગાળાનો કોમર્શિયલ અને સેવાના હેતુસરનો ઉપયોગ કરશે તેમ જાણવા મળ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh