Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુદ્ધવિરામ તૂટવાની તૈયારીમાં... ક્રૂડ-ઓઈલના ગેસના પુરવઠા અંગે આખુ વિશ્વ ટેન્શનમાં...
તહેરાન/વોશિંગ્ટન તા. ૧૩: હોર્મુઝ સ્ટ્રેટની ભારતીય સમય મુજબ આજે સાંજથી અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડ દ્વારા નાકાબંધી કરવાની જાહેરાત થતા યુદ્ધવિરામ તૂટવાની તૈયારી છે અને ઈરાને પણ વળતો તીખો જવાબ આપતા વિશ્વભરમાં ચિંતા ફેલાવા પામી છે.
વૈશ્વિક તેલ પુરવઠા માટે અત્યંત મહત્ત્વના ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ પરણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે સત્તાવાર જાહેરાત કરી છેકે, અમે ૧૧ એપ્રીલ, સોમવારે ભારતીય સમય મુજબ સાંજે ૭-૩૦ વાગ્યાથી હોર્મુઝ સ્ટ્રેટની સંપૂર્ણ નાકેબંધી કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પછી અમેરિકન નૌસેના હવે એક્શન મોડમાં આવી ગઈ છે.'
યુ.એસ. સેન્ટ્રલ કમાન્ડે સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે, ઈરાની બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આવતા-જતા તમામ દેશોના જહાજો વિરૂદ્ધ આ નાકેબંધી નિષ્પક્ષ રીતે લાગુ કરવામાં આવશે, જેમાં અરબની ખાડી અને ઓમાનની ખાડીના કિનારાની સુવિધાઓનો પણ સમાવેશ થાય છે.
જો કે, ગેરઈરાની બંદરો તરફ જતા જહાજોની અવરજવર પર કોઈ રોક નહીં હોય, પરંતુ વ્યાપારી જહાજોને સતત અમેરિકન નૌસેનાના સંપર્કમાં રહેવા સૂચના આપવામાં આવી છે.
ટ્રમ્પે રવિવારે 'ટુથ સોશિયલ' પર પોસ્ટ કરીને સંકેત આપ્યા હતાં કે અમેરિકા 'અવૈધ ટોલ' વસૂલતા જહાજોને રોકશે. આ પાછળનું મુખ્ય કારણ 'પેટ્રોડોલર' સિસ્ટમ સામેનો પડકાર હોવાનું મનાય છે. અહેવાલો મુજબ ઘણાં જહાજો અમેરિકન પ્રતિબંધોથી બચવા માટે ચીની કરન્સી 'યુઆન'નો ઉપયોગ કરી રહ્યા હતાં, જેને રોકવા વોશિંગ્ટને ચીન અને ઈરાન બન્ને સામે કડક વલણ ખપનાવ્યું છે.
બીજી તરફ ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડસે પણ ચેતવણી આપી છે કે, જો હોર્મુઝ સ્ટ્રેટ પાસે અમેરિકી સૈન્ય જહાજો આવશે, તો હાલમાં અમલી 'સીઝફાયર' (યુદ્ધવિરામ) તોડી નાખવામાં આવશે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ ધમકી સામે નમશે નહીં અને પોતાના રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે પલટવાર કરશે.
પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવા માટે પાકિસ્તાનમાં થયેલી મંત્રણાઓ નિષ્ફળ જતાં હવે યુદ્ધની જ્વાળાઓ વધુ પ્રબળ બની છે. ઈરાનની સૈન્ય પાંખ આઈઆરજીસીએ હોર્મુઝની ખાડી પર પોતાના સંપૂર્ણ નિયંત્રણનો દાવો કરતા અમેરિકાને ગંભીર પરિણામોની ચેતવણી આપી છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જો 'દુશ્મન' (અમેરિકા) તરફથી કોઈ પણ ખોટું પગલું ભરવામાં આવશે, તો તેનો જવાબ અત્યંત ઘાતક હશે.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, તેમના બે શક્તિશાળી યુદ્ધજહાજોએ હોર્મુઝ પસાર કરીને દરિયાઈ સુરંગો હટાવવાનું કામ કર્યું હતું. જોકે, ઈરાને આ વાતને નકારી કાઢતા કહૃાું કે તેમના નૌકાદળે અમેરિકી જહાજોને પાછા હઠવા પર મજબૂર કર્યા હતા. ઈરાની મીડિયા મુજબ, આ માત્ર વોશિંગ્ટનનો પ્રોપેગેન્ડા છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામની જાહેરાત થઈ હતી, પરંતુ તાજેતરના ઘટનાક્રમ જોતા આ કરાર તૂટવાની અણી પર છે. ઈરાને જાહેર કર્યું છે કે જો કોઈ પણ સૈન્ય જહાજ કોઈ પણ બહાને હોર્મુઝની નજીક આવશે, તો તેને સીઝફાયરનું ઉલ્લંઘન માનીને તેના પર સીધો હુમલો કરવામાં આવશે.
શરૂઆતમાં અમેરિકા ઈરાન પર હોર્મુઝની ખાડી ખોલવા માટે દબાણ કરી રહૃાું હતું અને ધમકીઓ આપી રહૃાું હતું. હવે અમેરિકા પોતે જ હોર્મુઝની ખાડી પર નાકાબંધી કરી રહૃાું છે. જેના કારણે જે દેશોના જહાજો ત્યાંથી પસાર થઈ શકતા હતા એ પણ નહીં થાય.
રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે બધી જ વાતો પર સહમતિ બની ગઈ હતી, પરંતુ ઈરાન તેના પરમાણુ કાર્યક્રમને રોકવા તૈયાર નથી. તેમણે કહૃાું કે, પરમાણુ મુદ્દે કોઈ બાંધછોડ નહીં થાય. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે ઈરાન હોર્મુઝની ખાડીમાં માઈન્સ બિછાવીને દુનિયા પાસેથી ગેરકાયદેસર ટેક્સ ઉઘરાવવાનો પ્રયાસ કરી રહૃાું છે, જે હવે અમેરિકા સહન નહીં કરે.
આ ઉપરાંત, અમેરિકી રાષ્ટ્રપતિએ નૌકાદળને સામુદ્રધુનીમાં ઈરાન દ્વારા બિછાવેલી દરિયાઈ સુરંગો (માઈન્સ) નષ્ટ કરવાનો પણ આદેશ આપ્યો છે. ટ્રમ્પે અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપતા કહૃાું છે કે જો કોઈ પણ ઈરાની સૈનિક અમેરિકી દળો અથવા શાંતિપૂર્ણ જહાજો પર ગોળીબાર કરશે, તો તેમને જડબાતોડ જવાબ આપવામાં આવશે. તેમણે દાવો કર્યો હતો કે આ સંઘર્ષમાં ઈરાનનું સૈન્ય માળખું પહેલેથી જ નબળું પડી ગયું છે, તેમની નૌકાદળ અને વાયુસેના લગભગ ખતમ થઈ ગઈ છે અને રાડાર સિસ્ટમ બિનઅસરકારક બની ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial