Advertisement
Author: નોબત સમાચાર

હાપા માર્કેટીંગ યાર્ડ પાસેથી બાઈક ચોરાયું

બે મહિના પહેલાં થઈ ઉઠાંતરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડ પાસે બાથરૂમ નજીક રાખવામાં આવેલું એક બાઈક બે મહિના પહેલાં ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામનગર નજીકના હાપામાં આવેલા ખારી વિસ્તારમાં વસવાટ કરતા સાધનાબા ભરતસિંહ પરમાર નામના મહિલાના પુત્ર બ્રિજરાજસિંહે જીજે-૧૦-ઈજી ૬૬૨૪ નંબરનું હીરો મોટરસાયકલ ગઈ તા.ર૧ નવેમ્બરની રાત્રે હાપા નજીકના માર્કેટીંગ યાર્ડના બાથરૂમ પાસે મૂક્યું હતું. ત્યાંથી સવારના પાંચેક વાગ્યે અંદાજે રૂ।.૪૦ હજારનું આ વાહન ચોરાઈ ગયું હતું. સાધનાબા પરમારે ગઈકાલે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh