Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં આગામી રવિવારે આયોજનઃ
જામનગર તા. ૫: સમસ્ત ખવાસ જ્ઞાતિ મધ્યસ્થ મંડળ દ્વારા ૪૦મો સમૂહ લગ્નોત્સવ તા. ૮-૨ના રવિવારે પ્રદર્શન ગ્રાઉન્ડ, જામનગરમાં યોજવામાં આવ્યો છે. જેમાં ૧૨ યુગલો પ્રભૂતામાં પગલા માંડશે.
સમસ્ત ખવાસ જ્ઞાતિ મધ્યસ્થ મંડળ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ ૪૦માં સમૂહ લગ્નોત્સવ તા. ૮-૨ના રવિવારે પ્રદર્શન ગ્રાઉન્ડ, સાત રસ્તા પાસે, જામનગરમાં યોજવામાં આવ્યો છે. આ સમૂહ લગ્નોત્સવની સમગ્ર વિધિ શાસ્ત્રી કપીલભાઈ દિનેશભાઈ પંડયા (મુનીજી) દ્વારા શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે સંપન્ન કરાવવામાં આવશે.
આ કાર્યક્રમમાં તા. ૮-૨ના રવિવારે સવારે ૭:૩૦ વાગ્યે કન્યા આગમન, ૮ વાગ્યે જાન આગમન, ૧૦:૩૦ વાગ્યે હસ્ત મેળાપ, લગ્નવિધિ પછી સર્વે મહેમાનો તથા દાતાઓનો સત્કાર સમારંભ, ૧૧:૩૦ વાગ્યે ભોજન સમારંભ રાખવામાં આવ્યો છે. આ મંગલ પ્રસંગે નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે ખવાસ સમાજના પાંચેય ફળીના પ્રમુખો, દાતાઓ, રાજકીય આગેવાનો તથા બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત ખવાસ જ્ઞાતિ મધ્યસ્થ મંડળ- જામનગરના પ્રમુખ પંકજભાઈ સોઢા, ઉપપ્રમુખ મલ્હાર ભટ્ટી અને અશોકભાઈ સોલંકી, મંત્રી રાજેશભાઈ ગોહિલ, સહમંત્રી સુમિતભાઈ સોલંકી (એડવોકેટ), ખજાનચી એંજલભાઈ પરમાર, સંગઠન મંત્રી ભરતભાઈ સોલંકી, સમગ્ર કારોબારી સમિતિ, તેમજ ખવાસ જ્ઞાતિ સંચાલિત યુવક મંડળો, ગરબી મંડળો, મહિલા મંડળો વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
સર્વે જ્ઞાતિજનોને આ તકે ઉપસ્થિત રહેવા મંડળ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial