Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ૨૦ વર્ષ પહેલાં કરાયેલા ફાયરીંગમાં બે વ્યક્તિની થયેલી હત્યાના ગુન્હામાં આરોપી ઝડપાયો

ખાસ તપાસ ટીમે ઉત્તરપ્રદેશ જઈ દબોચી લીધોઃ રિમાન્ડની તજવીજઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગરમાં જૂની અંબર ટોકિઝ નજીકના પંચરત્ન કોમ્પલેક્ષમાં ર૦ વર્ષ પહેલાં ભરબપોરે અંધાધૂંધ ફાયરીંગ થયું હતું. જેમાં ત્રણ વ્યક્તિ ઘવાયા હતા અને બે વ્યક્તિના ગોળી વાગવાથી મૃત્યુ નિપજ્યા હતા. આ ગુન્હાના કેટલાક આરોપી ઝડપાઈ ગયા હતા અને એક આરોપી હાથતાળી આપતો હતો. તેને પકડી પાડવા રચાયેલી ખાસ ટીમે લાંબા સમય સુધી આ શખ્સનું સર્વેલન્સ કર્યા પછી આખરે ઉત્તરપ્રદેશ ધસી જઈ વેશ પલ્ટો કર્યા પછી ત્યાંથી તેને દબોચી લીધો છે અને જામનગર ખસેડ્યો છે.

જામનગરના પી.એન. માર્ગ પર આવેલી અંબર ટોકિઝની બાજુની પંચરત્ન કોમ્પલેક્ષમાં દીપાલી એન્ટરપ્રાઈઝ નામની ઓફિસમાં ગઈ તા.૧૩-૧૨-૨૦૦૬ની બપોરે ઘૂસી આવેલા કેટલાક શખ્સોએ ધાણીફૂટ ગોળીબાર કર્યાે હતો. આ વેળાએ તે ઓફિસમાં હાજર મિલન મોદી, ગૌરાંગ મોદી, મહેશચંદ્ર અગ્રવાલ ગોળીબારમાં ઘવાયા હતા અને રમેશચંદ્ર દાઉદયાલ અગ્રવાલ અને આલાભાઈ કમાભાઈ રબારી નામના બે વ્યક્તિના શરીરમાં ગોળીઓ ઘૂસી જતાં આ બે વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હતા.

ભરબપોરે થયેલા ફાયરીંગે જામનગર શહેરમાં ખળભળાટ મચાવ્યો હતો. પોલીસે આઈપીસી ૩૦૨, ૩૦૭, ૧૨૦ (બી), આર્મ્સ એક્ટની કલમ ૨૫ (૧) (બી) (એ) હેઠળ ગુન્હો નોંધ્યો હતો અને આરોપીઓના સગડ દબાવ્યા હતા. જેમાં મિલન મોદી તથા ગૌરાંગ મોદીની હત્યાની સોપારી આપી બીજા રાજ્યમાંથી શાર્પ શૂટરને બોલાવાયાનું બહાર આવ્યું હતું.

પોલીસના ધરપકડના દૌરમાં કેટલાક આરોપીઓ ઝડપાઈ ગયા હતા. જ્યારે ઉત્તરપ્રદેશના ઓરૈયા જિલ્લાના અજીતમલ ગામના જીતેન્દ્ર ઉર્ફે જીતુ ગુપ્તા ઉર્ફે જીતુ પોરવાલ ઉર્ફે પવન રમેશચંદ્ર ગુપ્તાનું નામ ખૂલ્યું હતું. આ આરોપી પોલીસને સતત હાથતાળી આપતો હોવાથી તેની ધરપકડ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની રચના કરવામાં આવી હતી. જેમાં પીઆઈ પી.પી. ઝાના વડપણ હેઠળ પીએસઆઈ એમ.વી. મોઢવાડીયા તથા પોલીસ ટૂકડી જોડાઈ હતી.

આરોપી જીતેન્દ્ર ગુપ્તા ઉત્તરપ્રદેશમાં નામ બદલીને રહેતો હોવાની વિગતો એસઆઈટીને મળી હતી. તેના પગલે ઉત્તરપ્રદેશ પહોંચેલી પોલીસ ટીમે બે દિવસ સુધી વેશ પલ્ટો કરીને આરોપી જીતેન્દ્ર ગુપ્તાના સગડ દબાવ્યા પછી ગઈકાલે તેને અચાનક ત્રાટકી દબોચી લીધો હતો. આ શખ્સને જામનગર ખસેડવામાં આવ્યો છે. તેની ઉપરોક્ત ગુન્હામાં ધરપકડ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh