Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈન્ડિયન આર્ટિલરી રેજિમેન્ટની સ્થાપનાના ૨૦૦ વર્ષ પૂરાઃ
દ્વારકા તા. ૪: ઈન્ડિયન આર્ટિલરી રેજિમેન્ટની સ્થાપનાના ૨૦૦ વર્ષ પૂર્ણ થતાં દ્વારકાથી દિલ્હી સુધી 'ભારત રણભૂમિ દર્શન' કાર રેલીનો પ્રારંભ દ્વારકાથી થયો છે.
ભારતના આર્ટિલરી રેજીમેન્ટના ૨૦૦ વર્ષ પૂર્ણતાના અવસરને યાદગાર બનાવવા ભારતીય આર્મી, નેવી અને બીએસએફ એસએસબીના સંયુકત સહયોગથી દ્વારકાથી દિલ્હી સુધીની 'ભારત રણભૂમિ દર્શન' અભિયાનનો શાનદાર પ્રારંભ કરવામાં આવ્યો છે. તેલંગાણાના રાજ્યપાલ જિષ્ણુદેવ વર્માએ દ્વારકાના સનસેટ પોઈન્ટ ૫રથી કાર રેલીને લીલીઝંડી બતાવી રવાના કરી હતી.
પશ્ચિમથી ઉત્તર સુધી ૩૪૦૦ કિમીની શૌર્ય સફર પૂર્ણ કરી રેલી નેશનલ વોર મેમો. દિલ્હીમાં થશે સંપન્ન
સીમા સુરક્ષા અને જનજાગૃતિના સમન્વય સાથેનું અભિયાન દેશના વીર ગનર્સના સાહસ અને બલિદાનને સમર્પિત છે. પશ્ચિમી છેવાડાના યાત્રાધામ દ્વારકાથી શરૂ કરાયેલ આ કાર રેલી આગામી દિવસોમાં કચ્છ ગુજરાતની પશ્ચિમી સરહદોથી રાજસ્થાનની બોર્ડર થઈ અમ્બાલા કેન્ટથી રાજધાની દિલ્હી સુધી ૩૪૦૦ કિમીથી વધુનું અંતર કાપશે. આ કાર રેલીનો મુખ્ય ઉદ્દેશ ઐતિહાસિક રણભૂમિઓની મુલાકાત લઈ યુદ્ધ સ્મારકો પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવાનો છે. રેલીના માર્ગમાં સૈનિકોની ટુકડી સરહદી ગામોના લોકો, વીર નારીઓ અને ભૂતપૂર્વ સૈનિકો સાથે સંવાદ કરી રાષ્ટ્રની કૃતજ્ઞતા વ્યકત કરશે. આ રેલી આગામી ૨૦ થી ૨૫ ફેબ્રુઆરી સુધીમાં નવી દિલ્હી સ્થિત નેશનલ વોર મેમોરીયલ ખાતે સંપન્ન થશે.
દ્વારકાથી રેલી શરૂ કરવાનું વ્યુહાત્મક મહત્ત્વ
ધર્મનગરી દ્વારકાથી આ કાર રેલીની સફર શરૂ કરવાનું વિશેષ વ્યુહાત્મક મહત્ત્વ છે. દેશની દરિયાઈ સીમાઓના રક્ષણમાં નૌકાદળની ભૂમિકાને દ્વારકા મજબૂત રીતે રેખાંકિત કરે છે. દ્વારકામાં યોજાયેલ પ્રસ્થાન સમારોહમાં વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ, સ્થાનીય વહીવટીતંત્રના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં એનસીસી કેડેટ્સ હાજર રહયા હતા અને સ્થાનીય બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ દેશભકિતના નારાઓ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં આ રેલી દ્વારકાથી રવાના થઈ હતી જે આગામી દિવસોમાં સરહદી વિસ્તારના ગામોમાં થઈ નાગરિકોમાં રાષ્ટ્રીય ગૌરવ અને એકતાનો સંદેશ ફેલાવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial