Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગોકુલનગર પાસે મોટરમાંથી ચાર ચપલા ઝડપાયાઃ
જામનગર તા. ૨૧: જામનગર નજીકના ધુંવાવ પાસે એક ગલીમાંથી એલસીબી સ્ટાફે એક મોટર તથા રિક્ષામાંથી ૩૦૦ લીટર દેશી દારૂ કબજે કર્યાે છે. બિનવારસુ પડેલા આ બંને વાહનો તેમજ દારૂનો જથ્થો મળી કુલ રૂ।.૬ લાખનો મુદ્દામાલ કબજે કરી એલસીબીએ બંને વાહનોના ચાલકોની શોધ હાથ ધરી છે. જ્યારે ગોકુલનગર જકાતનાકા પાસેથી મોટરમાં ઈંગ્લીશ દારૂના ચાર ચપલા લઈને જતા બે શખ્સ ઝડપાઈ ગયા છે.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ધુંવાવ ગામમાં હાઉસીંગ બોર્ડ નજીક એક ગલીમાં રિક્ષા તથા મોટરમાં દેશી દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી પરથી એલસીબીના સ્ટાફે પીઆઈ વી.એમ. લગારીયાની સૂચનાથી વોચ રાખી હતી.
તે દરમિયાન જીજે-૧-એચઝેડ ૯૯૬૬ નંબરની બ્રેઝા મોટર તથા જીજે-૧૦-ટીડબલ્યુ ૬૩૭૮ નંબરની ઓટો રિક્ષા મળી આવી હતી. તેની તલાશી લેવાતા તેમાંથી ૩૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. એલસીબીએ બંને વાહન, રૂ।.૬૦ હજારનો દારૂ મળી રૂ।.૬,૧૦, ૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. આ બંને વાહનોના ચાલકોને પકડી પાડવા તજવીજ કરાઈ રહી છે.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં જકાતનાકા રોડ પરથી ગઈકાલે સાંજે પસાર થતી જીજે-૩-એચકે ૧૫૩ર નંબરની આઈ-૨૦ મોટરને પેટ્રોલિંગમાં રહેલા સિટી સી ડિવિઝનના સ્ટાફે રોકાવી ચેક કરતા તેમાંથી ઈંગ્લીશ દારૂના ચાર ચપલા મળી આવ્યા હતા. ચપલા, મોટર સાથે ગોકુલનગરની સાયોના શેરીમાં રહેતા અજય કાંતિભાઈ વારા અને કલ્યાણપુરના હર્ષદ ગાંધવીના હસમુખ જયંતિગર રામદતી નામના બે શખ્સની ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial