Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।. ૧ર૬ કરોડ જેટલી આવક અને રૂ।. ૧૧૮ કરોડથી વધુનો ખર્ચ બતાવાયોઃ
ખંભાળિયા તા. ર૩: પૂર્વ રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાની વિશેષ ઉપસ્થિતિમાં ખંભાળિયા નગરપાલિકાનું ૭.૭ર કરોડની પુરાંતવાળું અંદાજ પત્ર મંજુર કરાયું હતું.
ખંભાળિયા નગર પાલિકાની સામાન્ય સભા તા. ર૧-ર-ર૦ર૬ ના સાંજે પાલિકા હોલમાં યોજાઈ હતી. પાલિકા પ્રમુખ શ્રીમતી રચનાબેન મોટાણીની અધ્યક્ષતામાં યોજાયેલી આ સામાન્ય સભામાં ર૦ર૬-ર૭ નું અંદાજપત્ર પાલિકા ચીફ ઓફિસર રાહુલ કરમૂર તથા એકાઉન્ટન્ટ ધવલ ગોસ્વામી દ્વારા રજૂ થયેલું જે સર્વાનુમત્તે મંજુર થયું હતું.
ર૦ર૬-ર૭ ના વર્ષની કુલ અંદાજીત આવક ૧ર,૬૦, ૮પ,૮ર૪૯ ની આવક સામે અંદાજીત ખર્ચ ૧,૧૮,૩૬,૪૬,૦૦૦ ની જાવક ખર્ચ સામે અંદાજીત રૂ।. ૭,૭ર,૧ર,ર૪૯ રૂપિયાની પુરાંતવાળું અંદાજપત્ર મંજુર થયું હતું.
ખંભાળિયા પાલિકાની આ બજેટ સભામાં અંદાજપત્ર ઉપરાંત અન્ય ર૭ ઠરાવો સહિત એજન્ડાની જાહેરાત મુજબના કુલ ર૮ ઠરાવો સર્વાનુમત્તે મંજુર થયા હતાં જેમાં ર૦૧ર થી ર૦૧પ સુધી કર્મચારીઓના ઈ.પી.એફ.ની રકમ જમા કરવી, વીજબીલ કરોડોનું હોય તેના માટે મ્યુનિ ફાયનાન્સ બોર્ડમાંથી લોન લેવી, હડતાલ સમાધાન કરાર અંગે કર્મચારીઓની રજૂઆત અંગે નિર્ણય કરવો, પાલિકાના કર્મચારીઓ રમેશભાઈ વાઘેલા સહિતના ચાર કર્મી નિવૃત્ત થતા હોય તેમના હક્ક-હિસ્સા ચૂકવવા, નવું મીની ફાયર ફાયટર વસાવવું, જમીન ભાડા પટ્ટા ટ્રાન્સફર કરવા, વિધવા સહાય મેળવતી મહિલાઓને મિલકત વેરામાંથી મુક્તિ આપવી, ઘનકચરાની ડોર-ટુ-ડોર કામગીરીનું ટેન્ડર બહાર પાડવું, પાલિકા દ્વારા અપાયેલ ભાડાપટ્ટાની જમીનોની ટ્રાન્સફર બદલી નામની કરવા, વિકાસ કાર્યોના આયોજન કરવા અંગે પાંચ વર્ષમાં થયેલ વિકાસ કાર્યોની બુકલેટ બનાવવા, પોટના નાકા પાસે પાલિકા શાક માર્કેટના ગાળાના ભાવ ઘટાડવા જેવા ઠરાવો થયા હતાં.
પાલિકાની આ સામાન્ય સભા હોવાની બોડીની છેલ્લી સામાન્ય સભા હોય તથા આગામી માર્ચ ૧પ પહેલા જ મુદ્ત પૂર્ણ થતા વહીવટદાર શાસન આવનાર હોય, રાજ્ય પૂર્વ મંત્રી તથા ખંભાળિયાના ધારાસભ્ય મૂળુભાઈ બેરા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં તથા પાલિકા વિસ્તારના વિકાસ અંગે તથા અંદાજપત્રની જોગવાઈઓ અંગે જાણકારી આપી હતી.
વિવાદી ઠરાવો હોય
૧૦ સદસ્ય ગેરહાજર
ખંભાળિયા તાલિકાની સામાન્ય સભામાં બહુચર્ચીત ભાડાપટ્ટાની જમીનો સંદર્ભમાં જમીનો વેંચાણ કરવી, જમીનોના નામ બદલવા તથા નવી જમીનો આપવી જેવા ઠરાવોનો સમાવેશ થયો હોય તથા ભાડાટ્ટાના પ્રકરણ વિવાદી હોય પાલિકાના ર૮ સભ્યોમાંથી બે સદસ્યો રજા રિપોર્ટ આપીને તથા આઠ સદસ્યો ના આવી ગેરહાજર રહ્યા હતાં. સભા સંચાલન દેવુભાઈ વારિયાએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial