Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બોટમાંથી મળી આવેલા ચાર ઈરાનીની પૂછપરછઃ
જામનગર તા. ૨૩: દ્વારકાના દરિયામાં ૧૧૫ નોટીકલ માઈલ દૂરથી કોસ્ટગાર્ડ ટીમે અલ મુખ્તાર નામની શ્રીલંકાના કોલંબોમાં રજીસ્ટર થયેલી એક બોટ પકડી પાડી છે. તે બોટમાંથી રૂ।.પાંચેક કરોડની કિંમતની એક લાખ સિગારેટના પેકેટ મળી આવ્યા છે. સુરક્ષા એજન્સીઓએ પોરબંદરમાં ચારેય ખલાસીની પૂછપરછ શરૂ કરી છે.
દ્વારકાના દરિયામાં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન અરબી સમુદ્રમાં અને દ્વારકાથી ૧૧૫ નોટીકલ માઈલ દૂર દરિયામાં એક બોટની શંકાસ્પદ હિલચાલ નજરે પડી હતી. અલ મુખ્તાર નામની આ બોટને કોસ્ટગાર્ડની ટીમે ઘેરી લઈ દ્વારકાના દરિયાકાંઠે ખસેડી હતી.
આ બોટની તલાશી લેવામાં આવતા રૂ।.પાંચેક કરોડની કિંમતની માનવામાં આવતી સિગારેટના એક લાખ પેકેટ મળી આવ્યા હતા. આ બોટમાં રહેલા ચાર ઈરાની નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. આ ખલાસીઓ ભારતીય જળસીમામાં ઘૂસવા અંગે કોઈ માન્ય દસ્તાવેજ રજૂ કરી શક્યા ન હતા.
પ્રાથમિક તપાસમાં અલ મુખ્તાર નામની આ બોટ શ્રીલંકાના કોલંબોમાં રજીસ્ટર થઈ હોવાનું જાણવા મળ્યું છે. કોસ્ટગાર્ડ ટીમે કરોડો રૂપિયાની સિગારેટ ઉપરાંત તે બોટમાંથી પ્રતિબંધિત મનાતા સેટેલાઈટ ફોન ઉપરાંત આઠ મોબાઈલ કબજે કરી લીધા છે. ઉલ્લેખનીય છે કે, કોસ્ટગાર્ડ ટીમે ગયા સપ્તાહે ૨૦૩ કિલો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યા પછી કોસ્ટગાર્ડને બીજી સફળતા પ્રાપ્ત થઈ છે. તમામ ખલાસીઓને પોરબંદર ખસેડવામાં આવ્યા છે અને વિવિધ એજન્સીઓએ પૂછપરછ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial