Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બજરંગપુરમાંથી ર૭ ચપલા સાથે એક શખ્સની ધરપકડઃ
જામનગર તા. ૯: ધ્રોલ તાલુકાના હજારચોરા ગામ પાસે એક મોટરમાં લઈ જવાતી ઈંગ્લીશ દારૂની ૨૦૦ મોટી બોટલ તથા ૩૧૯ ચપલા પોલીસે કબજે કર્યા છે. આ મોટર પોલીસને જોઈને રિવર્સમાં ગયા પછી યૂ-ટર્ન લઈને નાસવા માંડી હતી તેનો પોલીસે પીછો પકડી મોટરને આંતરી લીધી હતી અને બે શખ્સની ધરપકડ કરી હતી. સપ્લાયરનંુ નામ ખૂલ્યું છે. કાલાવડના માર્કેટ યાર્ડ રોડ પરથી એક શખ્સ ૧૨ ચપલા તથા બે બોટલ સાથે તથા બીજો શખ્સ એક બોટલ સાથે ઝડપાઈ ગયો છે. બજરંગપુર ગામ પાસેથી એક શખ્સ ર૭ ચપલા સાથે પકડાયો છે.
ધ્રોલથી આમરણ જવાના ધોરીમાર્ગ પર શનિવારે સવારે એક મોટરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હોવાની બાતમી ધ્રોલ પોલીસ સ્ટેશનના જયેશ દલસાણીયા, જતીન ગોગરા, સંજય મકવાણા, બી.કે. જાડેજાને મળતા પીઆઈ એચ.વી. રાઠોડને તેનાથી વાકેફ કરાયા પછી ધોરીમાર્ગ પર વોચ રાખવામાં આવી હતી.
તે દરમિયાન હજામચોરા ગામથી થોડે દૂર પસાર થયેલી જીજે-૩-એલબી ૧૩૧૯ નંબરની મોટરને પોલીસે આડશ ગોઠવી રોકવાનો પ્રયાસ કર્યાે હતો. તે મોટર પોલીસને જોઈને રિવર્સમાં દોડી હતી અને યૂ-ટર્ન લઈને ફરીથી દોડવા માંડી હતી. તેનો પોલીસે પીછો શરૂ કર્યા પછી આ મોટરને આંતરી લઈ તેની તલાશી લેતા તેમાંથી મોરબી જિલ્લાના માળીયા તાલુકાનો વતની અને હાલમાં ભુજના ભચાઉ પાસે સામખીયાણીમાં રહેતો અબ્દુલ અનવર ભટ્ટી ઉર્ફે સોપારી તથા મોરબીનો અરમાન ઈકબાલ જુણેજા મળી આવ્યા હતા. પોલીસે મોટરની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૨૦૦ મોટી બોટલ અને ૩૧૯ ચપલા મળી આવ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો, બે મોબાઈલ, મોટર મળી રૂ।.૬,૩૭,૭૨૫નો મુદ્દામાલ કબજે કર્યાે છે. આ શખ્સોએ પોતાના સાગરિત સામખીયાણીના જુસબ તરયાનું નામ આપ્યું છે.
કાલાવડ શહેરના નવા માર્કેટ યાર્ડ રોડ પરથી રવિવારે બપોરે મૂળ બામણ ગામનો વતની અને હાલમાં રાજકોટ જિલ્લાના વાજડી ગામમાં વસવાટ કરતો કિરણભાઈ દેવજીભાઈ ચૌહાણ નામનો શખ્સ ઈંગ્લીશ દારૂની બે મોટી બોટલ અને ૧૨ ચપલા સાથે ઝડપાઈ ગયો છે. પોલીસે દારૂ કબજે કરી આ શખ્સની ધરપકડ કરી છે.
કાલાવડના નવા માર્કેટ યાર્ડ રોડ પરથી ગઈકાલે બપોરે વિજય હીરાભાઈ તાળા નામનો શખ્સ ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે ઝડપાઈ ગયો છે. જામનગર તાલુકાના બજરંગપુર ગામના પાટીયા પાસેથી મેડી ગામ તરફ જવાના રસ્તા પર ગઈકાલે સાંજે પસાર થતાં જામનગર તાલુકાના ધુતારપર ગામના રાજેશ રમણીકભાઈ ચાંગાણી નામના શખ્સને રોકી પોલીસે ચેક કરતા આ શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂના ર૭ ચપલા મળી આવ્યા હતા. પોલીસે ચપલા કબજે લઈ રાજેશની ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial