Advertisement
Author: નોબત સમાચાર

સગીરાના અપહરણ-દુષ્કર્મના કેસમાં સંડોવાયા પછી સાત વર્ષથી નાસતા ફરતા બે શખ્સ ઝડપાયા

પેરોલ ફર્લો ટીમે રહેણાંકમાંથી દબોચી લીધાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: ધ્રોલમાં વર્ષ ૨૦૧૯માં નોંધાયેલા એક સગીરાના અપહરણ તથા દુષ્કર્મના ગુન્હામાં સંડોવાયેલા ધ્રોલના જાલીયા માનસર ગામના વતની એવા બે શખ્સ પોલીસની પકડથી નાસતા ફરતા રહ્યા હતા. આ બંને આરોપીને પેરોલ ફર્લો ટીમે પકડી પાડ્યા છે.

ધ્રોલ પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૯માં એક સગીરાના અપહરણ અંગે ફરિયાદ કરવામાં આવ્યા પછી પોલીસે મૂળ ધ્રોલના જાલીયા માનસર ગામના વતની અને હાલમાં રાજકોટની આજી ડેમ ચોકડી નજીક રહેતા હરસુખ કિશોરભાઈ મકવાણા તથા હાલમાં રાજકોટના નવાગામમાં રહેતા વિજય મગનભાઈ મકવાણા ઉર્ફે ટાલા સામે ગુન્હો નોંધ્યો હતો.

આઈપીસી ૩૭૬, ૩૫૪ (એ), ૩૬૩, ૩૬૬ તેમજ પોક્સો એક્ટની કલમ હેઠળ નોંધાયેલા આ ગુન્હાના ઉપરોક્ત બંને આરોપી નાસતા ફરતા હતા. જેમાં આ બંને આરોપી પોતાના ઘરે આવ્યા હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો ટીમ પીએસઆઈ પી.એન. મોરીની સૂચનાથી ધસી ગઈ હતી અને બંને શખ્સની અટકાયત કરી લેવાઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh