Advertisement
Author: નોબત સમાચાર

હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટતા ભારે વરસાદ-ભૂસ્ખલનથી ૪ના મૃત્યુઃ ૫૦ વાહનો દબાયા

હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદનું એલર્ટઃ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે...

                                                                                                                                                                                                      

શીમલા તા. ૨૯: હિમાચલ પ્રદેશમાં ફરી આભ ફાટયું છે અને મંડીમાં ૪ ના મૃત્યુ થયા છે. ભૂસ્ખલનમાં ૫૦ વાહનો દબાઈ ગયા છે. રાહત અને બચાવકાર્ય ચાલી રહ્યું છે.

હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં આજે વાદળ ફાટવા અને સાંબેલાધાર વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે. મંડીના જેલ રોડ અને હોસ્પિટલ રોડ વિસ્તારમાં પરિસ્થિતિ સૌથી ખરાબ છે. પૂર અને ભૂસ્ખલનના કારણે રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગયા હતા, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું. મંડીમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયાના અહેવાલ છે. જ્યારે ૫૦ ગાડીઓ કાટમાળ નીચે દબાઈ છે.

અહેવાલો અનુસાર, મંડી જિલ્લામાં ફરી એકવાર ભારે વરસાદે તબાહી મચાવી દીધી હતી. ભૂસ્ખલન અને કાટમાળ પડવાની ઘટનાઓને કારણે શહેરની જીવનરેખા ઠપ્પ થઈ ગઈ છે. ત્યારે ભારે વરસાદના કારણે મંડીના જેલ રોડ પરના નાળામાં અચાનક પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે નજીકના ઘરો પણ ડૂબી ગયા હતા. નાળાનો કાટમાળ ઘરોના નીચેના માળમાં ઘૂસી ગયો હતો. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. પોલીસ અને વહીવટીતંત્રે બચાવની કામગીરી હાથ ધરી છે. 

બીજી તરફ ઝોનલ હોસ્પિટલ મંડીની બહાર ભારે કાટમાળ જમા થઈ ગયો છે, જેના કારણે ઈમરજન્સી દર્દીઓને હોસ્પિટલ પહોંચવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહૃાો છે. મંડી શહેરના વિવિધ વિસ્તારોમાં કાટમાળ નીચે દટાઈ જવાથી ૫૦ જેટલા વાહનોને ભારે નુકસાન થયું હતું. અનેક ઘરોના નીચેના માળ પાણી અને કાદવથી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોને ભારે નુકસાન થયું હતું.

મંડી વહીવટ, પોલીસ, ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે હાજર છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી ચાલુ છે. મંડીના ડેપ્યુટી કમિશનર અપૂર્વ દેવગને જણાવ્યું હતું કે, 'અસરગ્રસ્ત પરિવારોને સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવી રહૃાા છે.'

હવામાન વિભાગે અનુસાર, આગામી ૨૪ કલાક માટે મંડી સહિત સમગ્ર હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે. સતત વરસાદને કારણે રાહત અને બચાવ કાર્યમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહૃાો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh