Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નશામુકિત, ફિટ ઈન્ડિયાના સંકલ્પ સાથે
જામનગર તા.૧૫: ભારતીય જનતા પાર્ટીની પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયા મુજબ નશા મુકિત તેમજ ફિટ ઈન્ડિયાના સંકલ્પ સાથે જામનગરમાં મેરેથોન યોજાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આ આયોજન કરાઈ રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે.૭૫ વર્ષ પૂર્ણ થઇ રહૃાા છે ત્યારે, સમગ્ર ભારતમાં ૭૫ મેરેથોન દૌડનું આયોજન કરવામાં આવેલ છે, જે પૈકી સહુ થી વધુ મેરેથોન યુ.પી અને ગુજરાતમાં ૧૦ શહેરો માં મેરેથોન દૌડનું આયોજન કરવામાં આવી રહૃાું છે.
રાજયના અમદાવાદ, બરોડા, રાજકોટ, ભાવનગર, સુરત, ગાંધીનગર, વલસાડ, આણંદ, જૂનાગઢ, જામનગર જેવા શહેરોમાં આયોજન કરવામાં આવેલ છે. દરેક દૌડ માં ૧૦૦૦૦ લોકો જોડાશે. જામનગરના સદ્ભાગ્ય છે કે એ ૧૦ શહેરો પૈકી એક મેરેથોનની જવાબદારી જામનગર શહેરને સોંપવામાં આવી છે.
નશા મુક્તિ અને ફિટ ઇન્ડિયા મેરેથોનનો મુખ્ય ઉદેશ છે. ગુજરાત સ્તરે પાર્થિવ પટેલ મેરેથોનના બ્રાન્ડ એમ્બેસેડર છે તો જામનગરમાં યોજાવા જઈ રહેલ મેરેથોન માટે અંડર ૧૯ ક્રિકેટ ટિમ કેપ્ટન જય રાવલિયા તથા કોમન વેલ્થ, ગોલ્ડ મેડલ મેળવનાર જીલ મકવાણાને જામનગર સ્તરે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવેલ છે. નશામુક્તિ તથા ફિટ ઇન્ડિયા ના મુખ્ય ઉદેશ સાથે આ મેરેથોનનું આયોજન કરવામાં આવનાર છે. જેનો રૂટ પ્રારંભ લાલ બંગલો થી ગુરુદ્વાર ચોકડી - દાંડિયા હનુમાન - વાલ્કેશ્વરી - શરૂ સેક્શન રોડ - સાત રસ્તા - લાલ બંગલો સુધી રહેશે.
આ તબ્બકે જામનગર શહેર ના દરેક નાગરિક, સામાજિક સંસ્થા, યુવાઓ, સેનાકર્મીઓ સહીતના લોકો મેરેથોનમાં જોડાશે. રજીસ્ટ્રેશન કરનાર દરેક ને ટી - શર્ટ આપવામાં આવશે, તો જામનગરના તમામ નાગરિકોને વધુ માં વધુ રજીસ્ટ્રેશન કરાવવા યુવા મોરચા તથા ભાજપ શહેર અધ્યક્ષ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.
તા.૨૧-૯-૨૦૨૫, સવારે ૫ વાગ્યે - લાલબંગલો સર્કલ થી મેરેથોન પ્રસ્થાન કરશે.
લિંક અથવા ક્યુઆર કોડ હટ્ઠર્દ્બએદૃટ્ઠિેહ.હ્વદ્ઘઅદ્બખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તિ દ્વારા વધુને વધુ રજિસ્ટ્રેશન કરવા અનુરોધ કરવામાં આવેલ છે.
આ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, મહામંત્રી તથા કાર્યક્રમના ઈનચાર્જ વિજયસિંહ જેઠવા, યુવા મોરચા પ્રમુખ દિલીપસિંહ જાડેજા, યુવા મોરચા મહામંત્રી ચિંતન ચોવટિયા, વિરલ બારડ, બ્રાન્ડ એમ્બેસેડર અંડર ૧૯ ક્રિકેટ ટીમ ના કેપ્ટન જય રાવલિયા, કરાટે કોમન વેલ્થમાં સિલ્વર તેમજ રાજ્ય સ્તરે ગોલ્ડ મેડલ મેળવનાર જીલ મકવાણા કાર્યક્રમના સહ ઈનચાર્જ સુભાષભાઈ જોશી, ભાવેશ ઠુમ્મર, સહિત મીડિયા સેલ ક્ન્વીનર, ભાર્ગવ ઠાકર ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial