Advertisement
Author: નોબત સમાચાર

ઓખાના માછીમારી બંદર પર બુટલેગરોની બબાલ પોલીસ સુધી પહોંચતા ખળભળાટ

થોડીવાર માટે દારૂના અડ્ડા બંધ થયા પછી 'સિસ્ટમ' ફરી સામાન્ય?

                                                                                                                                                                                                      

ઓખા તા. ૧૧: સુત્રોમાંથી મળતી વિગત મુજબ  બે દિવસ પૂર્વે ઓખાના માછીમારી બંદર પર દેશી દારૂના બુટલેગરોની બબાલ સર્જાતા થોડા સમય માટે ભાગદોડ મચી ગઈ હતી અને બૂટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો હતો. આ મુદ્દે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજી પણ થઈ હોવાનું જાણવા મળી રહૃાું છે.

જે અંગેની જાણવા મળતી વિગત મુજબ દારૂ બંદર તરીકે વિખ્યાત ઓખાના માછીમારી બંદર પર દેશી દારૂની રેલમછેલ કોઈ મોટી વાત નથી. અહીં માછીમારી સીઝન ચાલુ થાય તે પૂર્વે બુટલેગરોની સીઝન શરૂ થઈ જાય છે. અહીં ૨૫૦૦ જેટલી માછીમારી બોટોમા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ અને ગુજરાત બહારથી ત્રીસ હજારથી વધુ માછીમારો વ્યવસાય અર્થે આવે છે ત્યારે રોજબરોજ હજારો લીટર દેશી દારૂનો ખૂલ્લેઆમ વેપલો થાય છે.

બે દિવસ પહેલા બૂટલેગરોમાં કોઈ બાબતે બબાલ થતા અને મામલો પોલીસ સુધી પહોંચતા  ધમધમતા અડ્ડાઓ થોડીવાર માટે બંધ કરી દેવાની ફરજ પડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે, બીજા દિવસથી માહોલ સામાન્ય થઇ ગયો હોવાનું અને 'ધંધો પહેલા'ની નીતિને અનુસરીને ધમધમતો થઇ ગયો હતો.

મહિને લાખો રૂપિયાનું સેટીંગ અને રોજેરોજનો વહિવટ..?

બુટલેગરોનાં વર્તુળમાંથી જાણવા મળતી વિગત મુજબ ઓખા માછીમારી બંદર પર છ જેટલા અડ્ડાઓ પર રોજનો હજારો લીટર દારૂનો વેપલો થાય છે અને દર મહિને રૂા.૧૦ લાખથી વધુનો વહિવટ કરવામાં આવે છે અને એ પણ રોજેરોજનો વહીવટ થતો હોવાનું બૂટલેગરો અંદરખાને ચર્ચા કરી રહૃાા છે. આમ સમગ્ર ઘટનાક્રમથી સુરક્ષા તંત્ર સાથે બૂટલેગરોની ગોઠવાયેલી કહેવાતી સિસ્ટમની વાત ફરી ચર્ચાના ચકડોળે ચડી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh