Advertisement
Author: નોબત સમાચાર

અનેક સાંસદોને લઈ જતી એર ઈન્ડિયાની દિલ્હી જતી ફ્લાઈટનું ચેન્નાઈમાં ઈમરજન્સી લેન્ડીંગઃ અકસ્માત ટળ્યો

પાયલટની સમજદારીના કારણે અમારા જીવ બચી ગયાઃ વેણુગોપાલ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૧: કોંગ્રેસના સાંસદ વેણુગોપાલે મોટો દાવો કર્યો છે કે, એર ઈન્ડિયાની ફ્લાઈટ દુર્ઘટનામાં માંડ માંડ બચી ગઈ. તિરૂવનંતપુરમ્થી દિલ્હી જતી ફ્લાઈટ ખરાબ હવામાનને કારણે ચેન્નાઈ ડાયવર્ટ કરવામાં આવી હતી, પરંતુ લન્ડિંગની પરવાનગી ન મળવાને કારણે ફ્લાઈટ બે કલાક સુધી હવામાં લટકાતી રહી. તેમણે દાવો કર્યો હતો કે જ્યારે ચેન્નાઈમાં લેન્ડિંગની પરવાનગી આપવામાં આવી ત્યારે બીજી ફ્લાઈટ પહેલાથી જ રન-વે પર હાજર હતી. આ કારણે એર ઈન્ડિયાના પાયલોટે કટોકટીમાં લેન્ડિંગ રદ્ કરવું પડ્યું અને ફરીથી ટેકઓફ કરવું પડ્યું. વેણુગોપાલે આ સમગ્ર ઘટના વિશે ટ્વિટ કરીને કહ્યું, 'પાયલટની સમજદારીને કારણે જ અમારા જીવ બચી ગયા' તે જ સમયે એર ઈન્ડિયાએ તેમના નિવેદનનો જવાબ આપતા કહ્યું, 'ખરાબ હવામાનને કારણે તિરૂવનંતપુરમ્થી દિલ્હી જતી ફ્લાઈટ ચેન્નાઈ ડાયવર્ટ કરવી પડી. ફ્લાઈટને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી છે. બધા મુસાફરો સુરક્ષિત છે.'

સાંસદ વેણુગોપાલે ટ્વિટર પર લખ્યું, ત્રિવેન્દ્રમ્થી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર એઆઈ-ર૪પપ, જે મને, ઘણાં સાંસદો અને સેંકડો મુસાફરોને લઈને જઈ રહી હતી. આજે ભયાનક રીતે દુર્ઘટનાની નજીક પહોંચી ગઈ. વિલંબથી શરૂ થયેલી મુસાફરી એક કષ્ટદાયક મુસાફરીમાં ફેરવાઈ ગઈ. ટેકઓફ કર્યાના થોડા સમય પછી અમને એક ખતરનાક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. લગભગ એક કલાક પછી કેપ્ટને ફ્લાઈટ સિગ્નલમાં ખામી જાહેર કરી અને વિમાનને ચેન્નાઈ તરફ વાળ્યું. લગભગ બે કલાક સુધી અમે એરપોર્ટ પર લેન્ડિંગ પરવાનગીની રાહ જોતા ફર્યા, જ્યાં સુધી અમારા પહેલા પ્રયાસ દરમિયાન એક પણ ક્ષણ એવી ન હતી જે હૃદયદ્રાવક ન હોય. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, તે જ રનવે પર બીજું વિમાન હતું. કેપ્ટનના તાત્કાલિક રોકવાના નિર્ણયથી ફ્લાઈટમાં સવાર તમામ લોકોના જીવ બચી ગયા. બીજા પ્રયાસમાં વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું. કુશળતા અને નસીબના કારણે અમે બચી ગયા.

અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના પછી એર ઈન્ડિયાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં હવે રવિવારે રાત્રે તિરૂવનંતપૂરમ્થી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને ટેકનિકલ ખામી અને ખરાબ હવામાનના લીધે ચેન્નાઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ ફ્લાઈટ બે કલાકથી વધુ સમય સુધી હવામાં રહી હતી. આ અંગે એરલાઈન કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ૧૦ ઓગસ્ટના તિરૂવનંતપૂરમ્થી દિલ્હી જઈ રહેલી એર ફ્લાઈટ એઆઈર૪પપ ના પાયલોટે શંકાસ્પદ ટેકનિકલ ખામી અને રસ્તામાં ખરાબ હવામાનના કારણે સલામતીના ભાગરૂપે વિમાનને ચેન્નાઈ તરફ વાળ્યું છે.

આ અંગે મળતી માહિતી મુજબ આ ફ્લાઈટ રવિવારે રાત્રેઆઠ વાગ્યા પછી તિરૂવનંતપુરમ્થી ઉપડી હતી, જ્યારે રાત્રે ૧૦-૩પ વાગ્યે ચેન્નાઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ વિમાનમાં પાંચ સાંસદ દિલ્હી જઈ રહ્યા હતાં. કેસી વેણુગોપાલ, કોડિકુન્નિલ સુરેશ, અદૂર પ્રકાશ, કે. રાધાકૃષ્ણન અને રોબર્ટ બ્રુસ દિલ્હી જઈ રહ્યા હતાં. આ ફ્લાઈટના ઈમરજન્સી લેન્ડિંગ પછી કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે આ ઘટનાને બાલ બાલ જીવ બચ્યો હોય તેવી ગણાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh