Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં ૬૬૫૨ ફૂટ જગ્યામાં ખડકાયેલા ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત

૩૯ ઓરડા, ૭ દુકાન તોડી પાડવામાં આવ્યાઃ ચૂસ્ત પોલીસ બંદોબસ્તઃ ત્રણ બાંધકામ પર બુલડોઝરઃ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧૨ઃ દ્વારકા શહેરમાં અંદાજે ૬૬પર ચોરસ ફૂટ સરકારી જગ્યામાં ખડકાયેલા ત્રણ ગેરકાયદે બાંધકામોને હટાવવા માટે આજ સવારથી વહીવટીતંત્ર દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી શરૂ. કરાઈ હતી. જેમાં બહારગામથી આવતા યાત્રીકોને ઉતરવા માટે બનાવવામાં આવેલા ૩૯ રૂ.મ, ૭ દુકાન અને એક મંદિર તોડી પાડવામાં અવ્યા છે. કાર્યવાહીમાં અંદાજે રૂ.ા.૧૮ કરોડની સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે.

દ્વારકા શહેરના ચરકલા રોડ પર આવેલી સરકારી જમીનો પર ખડકાઈ ગયેલા ગેરકાયદે અને વાણિજ્ય હેતુના બાંધકામો દૂર કરવા માટે તંત્ર દ્વારા શરૂ. કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત આજ સવારથી પ્રાંત અધિકારી અમોલ આવટે તથા તેઓની ટીમ અને ડીવાયએસપી સાગર રાઠોડના વડપણ હેઠળની પોલીસ ટીમ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવ કામગીરી શરૂ. કરવામાં આવી હતી.

ત્યાં આવેલા રામદેવ ભવન નામના બાંધકામને જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું. સર્વે નં.૧૨૨૯માં ખડકાયેલા આ બાંધકામમાં ૨૮૫૨ ચોરસ ફૂટ જગ્યામાં ૧૩ રૂ.મ અને ૬ દુકાન ઉભા કરી લેવાયા હતા. અંદાજે રૂ.પિયા સાડા ત્રણેક કરોડની આ જગ્યામાં ઉપરોક્ત બાંધકામો ઉભા થયા હતા તેને પાડી નાખવામાં આવ્યા છે. તે ઉપરાંત ચામુંડા મંદિર નજીક સરકારી એવી ૩૦૦૦ ચોરસ ફૂટ જગ્યામાં ૧૮ ઓરડા તથા એક મંદિર બનાવવામાં આવ્યું હતું. અંદાજે ૧ર કરોડની આ જગ્યામાં પણ દબાણ હટાવ કામગીરી કરાઈ છે.

ત્યાંથી આગળ આલબાઈ ભવન નામની બિલ્ડીંગ ૧૧૭૫ નંબરના સર્વે નંબરમાં ઉભી કરવામાં આવી હતી. અંદાજે ૮૦૦ ચોરસ ફૂટ જગ્યમાં એક દુકાન તથા ૮ રૂ.મ બનાવવામાં આવ્યા હતા. રૂ.ા.ર કરોડ ૮૦ લાખની આ જગ્યા પર પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.

આજ સવારથી શરૂ. કરવામાં આવેલી દબાણ હટાવ કામગીરીમાં એક અંદાજ મુજબ રૂ.ા.૧૮ કરોડની સરકારી જમીન ખૂલી કરાવવામાં આવી છે. આ વેળાએ વહીવટી તંત્રની સાથે પોલીસે ચૂસ્ત બંદોબસ્ત રાખ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh