Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલ ઉપરાંત ગાંધીધામની પેઢીમાં પણ ચકાસણીઃ દસ ટનથી વધુનો જથ્થો સ્થગિતઃ ધ્રોલમાંથી ચાર નમૂના મેળવાયાઃ
જામનગર તા. ૧૩: ધ્રોલમાં આવેલી એક પેઢીમાં ગઈકાલે રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ પેઢીમાં બનાવવામાં આવતા શુદ્ધ ઘીમાં ભેળસેળ થતી હોવાની આશંકા સેવી દરોડા પાડનારી ટીમે ત્યાંથી સોયાબીન તથા વનસ્પતિના ચાર નમૂના કબજે કર્યા છે. ઉપરાંત દરોડા ઉપરાંત ગાંધીધામમાં પણ એક પેઢીમાં ચકાસણી હાથ ધરાઈ હતી. બંને સ્થળે કુલ રૂ.૧.૪૦ કરોડની કિંમતનો ૧૦ ટન પામતેલ સ્થગિત કરવામાં આવ્યું છે. ધ્રોલની પેઢીમાંથી ત્રણ લાખની કિંમતનો વનસ્પતિ તથા સોયાબીન તેલનો જથ્થો સ્થગિત થયો છે. નમૂના પૃથ્થકરણ માટે મોકલી દેવામાં આવ્યા છે.
ધ્રોલ નજીક એક પેઢીમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળીયુ ઘી બનાવવામાં આવી રહ્યું હોવાની બાતમી મળતા રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન કચેરીના સ્ટાફે ગઈકાલે દરોડો પાડ્યો હતો. ત્યાં કરવામાં આવેલી ચકાસણીમાં શંકા પડતું શુદ્ધ ઘી મળી આવ્યું હતું.
આ પેઢીમાંથી સ્ટાફ દ્વારા ખાદ્ય પદાર્થ તરીકે વેચવામાં આવતા પદાર્થના બે ટન જેટલા જથ્થાને સીઝ કરી દેવામાં આવ્યો છે.
એક અંદાજ મુજબ રૂ.૩ લાખથી વધુનો આ જથ્થો સીઝ થયો છે. રાજ્યની ખોરાક અને ઔષધ નિયમન કચેરી દ્વારા રાજ્યમાં વિવિધ સ્થળે આ પ્રકારના બનાવટી પદાર્થાે પકડી પાડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેઓની પ્રાથમિક તપાસમાં કેટલાક ભેળસેળીયા તત્ત્વો ખાસ કરીને ઘીમાં રીફાઈન્ડ માપતેલનો ઉપયોગ કરી બનાવટી ઘી તૈયાર કરી બજારમાં મૂકી રહ્યા છે તેવી વિગતો પ્રાપ્ત થઈ હતી.
તે બાતમીના આધારે ધ્રોલ નજીક ક્રિષ્ના ટ્રેડીંગ નામની પેઢીમાં કરાયેલી ચકાસણીમાં સોયાબીન તથા વનસ્પતિની ભેળસેળ કરી બનાવવામાં આવેલા પદાર્થનો જથ્થો ઝબ્બે લેવાયો છે.
દરોડાની ટીમમાં સાથે રહેલા રાજ્યના ઔષધ નિયમન કમિશનર એચ.જી. કોશિયાએ ઉમેર્યું છે કે, ધ્રોલની ક્રિષ્ના ટ્રેડીંગ નામની પેઢીમાંથી ચાર નમૂના કબજે કરવામાં આવ્યા છે. તે ઉપરાંત કચ્છના ગાંધીધામમાં આવેલી ભારત ફૂડ્સ કો.ઓ. લિ. નામની પેઢીમાંથી પણ નમુના લેવામાં આવ્યા છે.
હાલમાં તંત્રએ બે સ્થળેથી દસ ટનથી વધુનો જથ્થો સીઝ કર્યાે છે. જેની અંદાજે કિંમત રૂ.૧.૪૦ કરોડ આંકવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial