Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં લોહાણા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ

રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા લોહાણા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવાનો ૩૪ મો સરસ્વતી સન્માન સમારોહ જ્ઞાતિજનોની વિશાળ હાજરીમાં યોજાયો હતો.

જામનગરની લોહાણા જ્ઞાતિની ૩૮ વર્ષ જુની સંસ્થા શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા ૩૪ મો સરસ્વતી સન્માન સમારોહ જામનગર લોહાણા સમાજના પ્રમુખ ભરતભાઈ મોદીના અધ્યક્ષસ્થાને ધન્વન્તરિ હોલમાં તા. ૧૪ સપ્ટેમ્બર ર૦રપ ના યોજવામાં આવ્યો હતો.

લોહાણા જ્ઞાતિના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં સંસ્થા દ્વારા સમાજના પપ૦ જેટલા એલ.કે.જી.થી અનુસ્નાતક કક્ષા સુધીના વિદ્યાર્થીઓનું દરેકને સ્ટેજ ઉપર બોલાવીને સન્માન કરાયું હતું.

ઉપસ્થિત અન્ય મહાનુભાવોમાં ગોવા શિપીંગ યાર્ડના ચેરમેન હસમુખભાઈ હિંડોચા, એડવોકેટ હેમલભાઈ ચોટાઈ, પાર્થભાઈ સુખપરિયા, ભરતભાઈ ગોંદિયા, ઉદ્યોગપતિ હર્ષદભાઈ જોબનપુત્રા, નરેન્દ્રભાઈ રાયઠઠ્ઠા, કૈલાશભાઈ બદિયાણી, ડો. આનંદભાઈ ભગદે, રાગેશભાઈ લાખાણી, અગ્રણી વેપારી હરેશભાઈ સોમૈયા, રમેશભાઈ નથવાણી, કેતનભાઈ બદિયાણી, મનહરભાઈ તથા પરીનભાઈ ગોકાણી, અગ્રણી બિલ્ડર ધીરૂભાઈ કારિયા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ધારાબેન દત્તાણી, અન્ય સંસ્થાઓના પ્રતિનિધિ રક્ષાબેન દાવડા, દર્શનભાઈ ઠક્કર, ભરતભાઈ કાનાબાર, આકાશ રાયઠઠ્ઠા, જીમીત દત્તાણી ઉપસ્થિત રહ્યા હતાં.

આ સરસ્વતી સન્માન સમારોહ માટેના શિલ્ડ તેમજ પુરસ્કાર કુંજલબેન ચોટાઈના હસ્તે હેમલભાઈ ચોટાઈ, સ્વ. કંકુબેન સોમૈયા હસ્તે, હરેશભાઈ સોમૈયા, સ્વ. ભાનુબેન ત્રિભોવનદાસ જોબનપુત્રા, વિરજીભાઈ પરસોત્તમભાઈ રાયઠઠ્ઠા, ડો. દિપકભાઈ ભગદે, હરિદાસ ગોપાલજી મોદી હસ્તે. ભરતભાઈ કોટેચા, મનહરલાલભાઈ ગોકાણી દ્વારા અપાયા હતાં.

આ ઉપરાંત સિદ્ધિ કોમ્પ્યુટર એકેડમી દ્વારા ધોરણ ૧૦ ના ગુજરાતી માધ્યમને એકથી ત્રણ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર મનિષ રમેશભાઈ રૂપારેલ દ્વારા અપાયા હતાં.

કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ જીજ્ઞેશ સીમરિયા, મંત્રી અતુલ રાયઠઠ્ઠા, ઉપપ્રમુખ આશિત કોટક, ખજાનચી નિલેશ જીવરાજાની, ઓડિટર જયેશ ગોકાણી, સહમંત્રી રમેશભાઈ ખાખરિયા, સાંસ્કૃતિક મંત્રી ડીમ્પલબેન સીમરિયા, યોગેશ વિઠ્ઠલાણી, મધુભાઈ કારિયા, હિતેષ ધોકાઈ, નયનેશ સામાણી, વિશ્વાસ ઠક્કર, ચિંતન ચંદારાણા, દિપ્તિબેન રાયઠઠ્ઠા, ખ્યાતિબેન ચોલેરા, અમીબેન જીવરાજાની, જ્હાનવીબેન મશરૂ વિગેરેએ જહેમત ઊઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રીતેશ દાવડા તથા માનસીબેન રૂપારેલએ કર્યું હતું. તેમ શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપ જામનગરએ જણાવેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh