Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાંસલપુરમાં મારૂતી કંપનીના પ્લાન્ટમાંથી વડાપ્રધાનના હસ્તે થશે બે ઐતિહાસિક પહેલનો પ્રારંભ
અમદાવાદ તા. ૨૫: વડાપ્રધાન મોદી આજે સાંજે બે દિવસીય ગુજરાત મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ અમદાવાદ સહિત રાજ્યભરમાં ૫૪૦૦ કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. આ યોજનાઓમાં રેલ્વે, રોડ, શહેરી વિકાસ, વીજળી અને ઓટોમોબાઈલ ક્ષેત્રના મુખ્ય પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન મોદીના સ્વાગત-સત્કાર માટે વહીવટી તંત્ર અને ભાજપ સંગઠને તૈયારીઓ પૂરી કરી દીધી છે. વડાપ્રધાન એરપોર્ટ ખાતે આવીને સીધા જ નિકોલ ખાતે ખોડલધામ ગ્રાઉન્ડમાં યોજાનાર જાહેરસભાને સંબોધવા માટે રવાના થશે. જાહેરસભા બાદ વડાપ્રધાન ગાંધીનગર રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે અને મંગળવારે બેચરાજી-માંડલમાં હાંસલપુરમાં આવેલા મારૂતી કંપનીના ઇલેક્ટ્રીક વ્હીકલ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ત્યાંથી અમદાવાદ એરપોર્ટ પરત ફરી વડાપ્રધાન નવી દિલ્હી તરફ જવા રવાના થશે. આ સમયમાં વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના આગેવાનો સાથે બેઠક યોજી શકે તેવી શકયતાઓ છે. જોકે, આ બધાનો આધાર વડાપ્રધાનની વ્યસ્તતા પર નિર્ભર રહેશે.
વડાપ્રધાન મોદી આજે સાંજે પાંચ વાગ્યા પછી આવી પહોંચશે. અહીં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રમુખ સી.આર. પાટીલ સહિતના આગેવાનો દ્વારા સ્વાગત કરાશે. વડાપ્રધાન એરપોર્ટથી આઇકોનિક રોડથી ઇન્દિરા બ્રિજ થઈને રિંગ રોડથી નરોડા પહોંચશે. અહીં હરીદર્શન સર્કલથી યુનિયન બેંક ચાર રસ્તાથી મેંગો થિયેટર ચારરસ્તા થઈને સભા સ્થળના દોઢ કિમીનો રોડ શો યોજાનાર છે. ખોડલધામ ગ્રાઉન્ડથી વડાપ્રધાન અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને પાટણ જિલ્લા માટેના પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
સાંજે ૬ વાગ્યે પીએમ મોદી અમદાવાદના ખોડલધામ ગ્રાઉન્ડમાં જાહેર સભા કરશે. આ દરમિયાન તેઓ અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરશે.
તા. ૨૬ ઓગસ્ટના સવારે ૧૦:૩૦ વાગ્યે, પ્રધાનમંત્રી અમદાવાદના હાંસલપુરમાં સુઝુકી મોટર પ્લાન્ટ પહોંચશે. અહીં તેઓ હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનનું ઉદ્ધાટન કરશે અને ૧૦૦ થી વધુ દેશોમાં (યુરોપ અને જાપાન સહિત) સુઝુકીની પ્રથમ વૈશ્વિક ઇલેક્ટ્રિક કાર ઈ-વિટારાની નિકાસ શરૂ કરશે. આ પ્રસંગે પીએમ મોદી સભાને પણ સંબોધિત કરશે.
રેલવે ક્ષેત્રમાં, પીએમ મોદી ૧૪૦૦ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન કરશે, જેમાં મહેસાણાપ્રપાલનપુર રેલ્વે લાઇન (૬૫ કિમી, ૫૩૦ કરોડ રૂપિયાનો ખર્ચ)નું ડબલિંગ અને કલોલપ્રકડીપ્રકટોસણ રોડ (૩૭ કિમી) અને બિચરાજી-રનુજ (૪૦ કિમી) રેલ લાઇન (૮૬૦ કરોડ રૂપિયાનો ખર્ચ)નું ગેજ કન્વર્ઝનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કટોસણ રોડથી સાબરમતી સુધી પેસેન્જર ટ્રેન સેવા અને બિચરાજીથી કારથી ભરેલી માલગાડી સેવા શરૂ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial