Advertisement
Author: નોબત સમાચાર

જાણો ર૯ સપ્ટેમ્બર થી ૦પ ઓક્ટોબર ૨૦૨૫ સુધીનું સાપ્તાહિક ભવિષ્ય

સિંહ સહીત ત્રણ રાશિના જાતકોને આવનારા સપ્તાહમાં સ્વાસ્થ્ય સુધરે, વાદ-વિવાદથી દૂર રહેવું

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે નફા-નુક્સાનભર્યું સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ દિવસો દરમિયાન આર્થિક સ્થિતિમાં ભારે ચઢાવ-ઉતાર જોવા મળે. વ્યાપાર-ધંધા-રોજગાર ક્ષેત્રે આવકના સ્ત્રોતમાં વધારો થાય. પરિશ્રમનું મીઠું ફળ ચાખવા મળે, જ્યારે પારિવારિક ક્ષેત્રે ખર્ચ-ખરીદીના પ્રસંગો બને. ભૌતિક સુખ-સગવડ પાછળ નાણાનો વ્યય થઈ શકે છે. આરોગ્ય સુખાકારી સારી રહે. જુના રોગો-તકલીફોમાંથી છૂટકારો મળતા રાહત અનુભવશો. સામાજિક જીવનમાં માન-સન્માન પ્રાપ્ત થાય. તા. ર૯ થી ૧ મધ્યમ. તા. ર થી પ ખર્ચ-વ્યય.

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે ભાગ્યબળ વધારતું સપ્તાહ શરૂ થાય છે. આ સમયગાળા દરમિયાન ગ્રહ-ગોચર આપના પક્ષે હોય, અટકાયેલા કાર્યો પૂર્ણ થાય. ઓછી મહેનતે વધારે ફળ પ્રાપ્ત થાય. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે સંબંધો સુધરે. સ્વાસ્થ્ય બાબતે પેટ સંબંધીત રોગોથી પરેશાની વેઠવી પડે. જમીન-મકાન-મિલકતને લગતા પ્રશ્નોમાં મુશ્કેલી દૂર થતી જણાય, જો કે જાહેરજીવન ક્ષેત્રે વિરોધીઓથી સાવધ રહેવું અન્યથા ષડ્યંત્રનો ભોગ બની શકો. ગૃહસ્થ જીવનમાં એકમેકનો સાથ-સહકાર મળે. તા. ર૯ થી ૧ લાભદાયી. તા. ર થી પ સાચા કાર્ય થાય.

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે પારિવારિક કાર્યો કરાવતું સપ્તાહ શરૂ થઈ ગયું છે. આ દિવસોમાં ઘર-પરિવારના અધુરા-પડતર કાર્યો પૂર્ણ કરી શકશો. સ્નેહીજનો સાથે સમય આનંદપૂર્વક પ્રસાર થાય. નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન થઈ શકે. વ્યવસાય ક્ષેત્રે સ્થિતિ સામાન્ય રહે. ધાર્યા લાભ માટે હજું સમયની રાહ જોવી પડે. વિદ્યાર્થી વર્ગે અભ્યાસમાં બેદરકારી ન દાખવવી સલાહભરી રહેશે. આરોગ્ય એકંદરે સારૃં રહેવા પામે. મકાન-વાહનને લગતા કાર્યો માટે સાનુકૂળતા રહે. તા. ર૯ થી ૧ મધ્યમ. તા. ર થી પ કૌટુંબિક કાર્ય થાય.

 

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે આનંદદાયી સમય સાથે લાવતું સપ્તહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ માનસિક રીતે પ્રસન્ન રહી શકશો. આપની ચિંતાઓ તથા જવાબદારીઓનો ભાર હળવો થતો જણાય. નોકરિયાત વર્ગને મહત્ત્વના કાર્યોમાં સફળતા મળતી જણાય. આરોગ્ય નરમ-ગરમ રહેવા પામે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. પારિવારિક ક્ષેત્રે મિલકત-જમીન-મકાન અંગેના વિવાદોનો સુખદ અંત આવતો જણાય. સુખ-સગવડના સાધનો પાછળ ખર્ચ થાય. તા. ર૯ થી ર આનંદદાયી. તા. ૩ થી પ વિવાદ ટાળવા.

 

Leo (સિંહ: મ-ટ)

આપના માટે સ્વાસ્થ્ય સુધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ શારીરિક તથા માનસિક સ્વસ્થતા મેળવી શકશો. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે ધારેલા લાભ માટે યોગ્ય સમયની રાહ જોવી પડે. વ્યાપારી વર્ગે હાલ મોટું આર્થિક રોકાણ ટાળવું. દાંપત્યજીવનમાં વાતાવરણ એકંદરે શાંતિમય રહે. એકબીજાનો સાથ-સહકાર પ્રાપ્ત કરી શકો. વિદ્યાર્થી વર્ગને નવી રાહ-નવી દિશા મળી રહે. માન-સન્માનમાં વધારો થાય. તા. ર૯ થી ર આરોગ્ય સુધરે. તા. ૩ થી પ સારી.

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે ઉન્નતિકારક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને વ્યાપાર-ધંધા-રોજગાર ક્ષેત્રે લાભદાયી તકો પ્રાપ્ત થાય, જેથી આપ સફળતા તથા ઉન્નતિના શિખર શર કરી શકશો. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી પ્રોત્સાહન મળે. આર્થિક સ્થિતિ સુખદ રહેવા પામે. આરોગ્ય બાબતે સમય, નબળો પૂરવાર થાય. પડવા-વાગવાથી સાવધાન રહેવું. યાત્રા-પ્રવાસ આનંદદાયી, પરંતુ ખર્ચાળ પૂરવાર થય. મિત્રથી લાભ થાય. તા. ર૯ થી ર ઉન્નતિકારક. તા. ૩ થી પ પ્રવાસ-મુસાફરી.

 

Libra (તુલા: ર-ત)

આપના માટે નવીન તક અપાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ કોઈ નવીન કાર્યરચનામાં સહભાગી થઈ શકો છો. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે કોઈ મહત્ત્વની કામગીરી સંભાળી શકો. આવક વૃદ્ધિના માર્ગો ખૂલતા જણાય. કૌટુંબિક ક્ષેત્રે ભાઈ-ભાંડુ સાથે તકરાર, મતભેદ ઊભા થઈ શકે છે. આરોગ્ય બાબતે સંભાળવું. આહાર-વિહારમાં કાળજી રાખવી હિતાવહ બની રહે. નોકરિયાત વર્ગને કાર્યબોજમાં વધારો થાય. તા. ર૯ થી ર નવીન તક મળે. તા. ૩ થી પ વિવાદ થાય.

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે મિશ્ર પરિસ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની નાણાકીય સ્થિતિ તંગ બનતી જણાય. અણધાર્યા કે આકસ્મિક ખર્ચને કારણે આર્થિક સ્થિતિ હાલક-ડોલક બનતી જણાય. આરોગ્ય ધીમે ધીમે સુધરતું જણાય. રોગો-તકલીફોમાંથી મુક્તિ મળતા રાહત અનુભવી શકશો. સ્નેહીજનો સાથે સમય પસાર કરવાનો અવસર પ્રાપ્ત થાય. જમીન-મકાનના પ્રશ્નોનું નિરાકરણ આવે. તા. ર૯ થી ર આર્થિક તંગી. તા. ૩ થી પ પારિવારિક કાર્ય થાય.

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માટે વાદ-વિવાદ ટાળવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ માનસિક રીતે ત્રસ્ત બનતા જણાવ. ઘર-પરિવારમાં નજીકના સંબંધો વણસતા જણાય. ક્ષમા કરવાની ભાવના કેળવશો તો મહદ્અંશે ફાયદામાં રહેશો. વ્યાવસાયિક ક્ષેત્રે કોઈ નવી તક હાથમાં આવી શકે. ધાર્યો લાભ પ્રાપ્ત થતા આર્થિક સ્થિતિ મજબૂત બનતી જણાય. સામાજિક જીવનમાં મિલન-મુલકાતના પ્રસંગો બને. સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી. તા. ર૯ થી ર વ્યાવસાયિક લાભ. તા. ૩ થી પ બોલાચાલી ટાળવી.

 

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે કાર્યબોજ વધારતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન એક કરતા વધારે જવાબદારીઓને કારણે આપ સતત વ્યસ્ત રહેતા જણાવ. મહેનતનું મીઠું ફળ પણ ચાખી શકશો. વ્યાપાર-ધંધામાં તેજીના દર્શન થાય. ગૃહસ્થજીવનમાં વડીલ વર્ગ સાથે ઘર્ષણ ટાળવું. સંબંધોની ગરિમા જાળવતા શીખવું પડશે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોએ શત્રુ વિરોધીઓથી સાવધાન રહેવું. આરોગ્ય ધીમે-ધીમે સુધરતું જણાય. તકલીફોમાંથી મુક્તિ મળે. તા. ર૯ થી ર કાર્યબોજ. તા. ૩ થી પ સ્વાસ્થ્ય સુધરે.

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે ખર્ચાળ સપ્તાહ સાબિત થવા જઈ રહ્યું છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ભૌતિક સુખ-સગવડના, ભોગ-વિલાસના સાધનો પાછળ નાણાનો ખર્ચ કરવા આપ આકર્ષાઈ શકો છો. આર્થિક ક્ષેત્રે તીવ્ર નાણાભીડનો સામનો કરવો પડી શકે છે. કૌટુંબિક સંબંધોમાં કોઈ વિવાદ હશે તો તેનો સુખદ અંત આવતા મનસિક ચિંતા હળવી બને. જમીન-મકાન-રહેઠાણને લગતી બાબતોમાં પરિણામ આપના પક્ષમાં આવી શકે. નોકરિયાત વર્ગને કાર્યના બદલામાં પ્રશંસા-વખાણ સાંભવા મળે. યાત્રા-પ્રવાસ આનંદદાયક બની રહે. તા. ર૯ થી ર શુભ. તા. ૩ થી પ ખર્ચ-વ્યય.

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે મિલન-મુલકાત કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન કોઈ નવી વ્યક્તિ સાથેની મુલાકાત આપના વ્યાપારિક સંબંધો મજબૂત કરી શકશે. યાત્રા-પ્રવાસ મજાનો પણ સાથે સાથે ખર્ચાળ પૂરવાર થાય. નોકરી-ધંધામાં આપની બુદ્ધિ અને કૌશલ્યથી ધારી સફળતા પ્રાપ્ત કરી શકશો. પારિવારિક સંબંધોમાં આપની ભાવનાઓ-લાગણીઓ ઉપર કાબૂ રાખવો. વ્યાપારી વર્ગ માટે નવી યોજના કે નવા કાર્યનો આરંભ કરવા માટે સમય શુભ જણાય છે. તા. ર૯ થી ર સારી. તા. ૩ થી પ મિલન-મુલાકાત.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh