Advertisement
Author: નોબત સમાચાર

માધવપુરથી આવેલી શ્રી કૃષ્ણ- રૂકમણીજીની જાનનું દ્વારકામાં ઠેર-ઠેર સ્વાગતઃ ભકિતભાવથી આવકાર

દેશના ઉત્તરપૂર્વ તથા ગુજરાતના કલાકારો દ્વારા રંગારંગ કાર્યક્રમ યોજાયો

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧: દેવભૂમિ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણી વિવાહ સત્કાર સમારોહ યોજાયો હતો. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીની જાન દ્વારકા આવી પહોંચતા વાજતે ગાજતે સ્વાગત કરાયુ હતું. અને શોભાયાના રૂટ પર ઠેર-ઠેર સમાજ અને સંસ્થાઓ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીને ભકિતભાવથી આવકાર અપાયો હતો.

દ્વારકામાં માધવપુર ઘેડ મેળાના  અંતિમ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજી વિવાહ પ્રસંગ પૂર્ણ થતા દ્વારકા ખાતે ભગવાન શ્રી કૃષ્ણની જાન વાજતે ગાજતે આવી પહોંચી હતી. જેને ઉમળકાભેર આવકારવા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દ્વારકાના નગરજનો, સામાજિક સંસ્થાઓ વગેરેએ ઉત્સાહભેર સહભાગી થઈ ભગવાન શ્રી કૃષ્ણ તથા રુકમણીજી ભાવભર્યું સ્વાગત અભિવાદન કર્યું હતું.

માધવપુર ઘેડથી આવેલી ભગવાન શ્રી કૃષ્ણની જાનનું હાથી ગેટ ખાતે આગમન થતાં જ આહિર સમાજ દ્વારા પરંપરાગત વિધિથી સામૈયું કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પ્રજાપતિ સમાજ અને દ્વારા આનંદ ઉલ્લાસ સાથે શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું.

આ શોભાયાત્રા દ્વારકાધીશ મંદિર ખાતે પહોંચતા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા હતા.

આ શોભાયાત્રા જગત મંદિરથી જોધાભા માણેક ચોક, ભદ્રકાળી ચોક, રબારી ગેટ થઈ રૂકમણી મંદિરમાં ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો.

ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીજીની શોભાયાત્રા રુક્ષ્મણીજી મંદિર ખાતે પહોંચતા મંદિરના પૂજારી અને પુરોહિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

રૂકમણી મંદિરમાં શોભાયાત્રા પૂર્ણ થયા પછી હાથી ગેટ પાર્કિંગ ખાતે નવ વિવાહિત યુગલ એવા શ્રી કૃષ્ણ -  રુક્ષમણીજીના ભવ્ય સત્કાર સમારોહનું ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકા દ્વારા આયોજન કરાયું હતું. જેમાં ઉત્તર પૂર્વ રાજ્યો સહિત ગુજરાતના વિવિધ કલાકારોએ રંગારંગ સાંસ્કૃતિક નૃત્યો સહિતની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. જેને બહોળી સંખ્યામાં નાગરિકોએ મન ભરીને માણી હતી.

આ શોભાયાત્રામાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુળુભાઇ બેરા, ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજા, કલેકટર રાજેશ તન્ના, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા સહિતના મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh