Advertisement
Author: નોબત સમાચાર

લીમડાલેનમાં એક દુકાનમાંથી કોપરની નળીની ચોરીનો આરોપ મૂકી ચાર શખ્સે મારકૂટ કર્યા પછી પ્રૌઢનું મૃત્યુ

મૃતકના જમાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામનગરના અંબર ચોકડી વિસ્તાર પાસે આવેલા બાવરીવાસમાં રહેતા એક પ્રૌઢને એસી, ફ્રીઝની રીપેરીંગની દુકાનમાંથી કોપરની નળી ચોરી જવાનો શક રાખી બાઈક પર આવેલા ચાર શખ્સે ઉઠાવી જઈ લીમડા લેનમાં એક ડેલામાં લઈ જઈ મરણતોલ માર માર્યા પછી બેભાન હાલતમાં શેરીમાં છોડી દીધા હતા. આ પ્રૌઢનું મૃત્યુ નિપજતા ખળભળાટ મચ્યો છે. પોલીસે મૃતકના જમાઈની ફરિયાદ પરથી ચાર શખ્સ સામે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.

જામનગરના અંબર સર્કલ પાસે આવેલા બાવરીવાસમાં રહેતા રાજુભાઈ રામદેવભાઈ કોસ્ટી નામના પ્રૌઢ અને અન્ય વ્યક્તિઓ સોમવારે સાંજે પોતાના રહેણાંક પાસે બેઠા હતા ત્યારે બે મોટરસાયકલમાં ચાર શખ્સ આવ્યા હતા. તેઓએ રાજુભાઈ સાથે વાતચીત કર્યા પછી બળજબરીથી બાઈકમાં બેસાડી દઈ તેઓનું અપહરણ કરી લીધુ હતું.

ત્યારપછી લીમડા લેન વિસ્તારમાં આવેલા એક ડેલામાં લઈ જઈ રાજુભાઈને આ ચારેય વ્યક્તિએ પ્લાસ્ટિકની નળી અને ઢીકાપાટુથી માર મારવાનું શરૂ કર્યું હતું. આ બાબતની રાજુભાઈના જમાઈ ઉદલ કનૈયાભાઈ પરમારને કોઈએ વાત કરતા સસરાને બચાવવા માટે ઉદલભાઈ લીમડા લેન દોડી ગયા હતા. જ્યાં માર મારી રહેલા શખ્સોએ લીમડા લેન વિસ્તારમાં આવેલી ફ્રીઝ અને એસીની રીપેરીંગની દુકાનમાંથી કોપરની નળીની રાજુભાઈએ ચોરી કરી હોવાનું જણાવી ઉદલને પણ ત્યાંથી ચાલ્યા જવા ફરમાન કર્યું હતું.

આ યુવાનને પણ મારવાની ધમકી મળતા તેઓ ચાલ્યા ગયા હતા. તે પછી રાજુભાઈ લીમડા લેન પાસે એક શેરીમાંથી બેભાન હાલતમાં મળી આવ્યા હતા. મરણતોલ માર મારવાના કારણે ઘવાયેલા આ પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેઓનું મૃત્યુ નિપજતા આ બનાવ હત્યામાં પલટાઈ ગયો છે. ઉદલભાઈ પરમારે તેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કેટલાક સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસી માર મારનાર શખ્સોની શોધ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh