Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગણેશોત્સવની શરૂઆત મહારાષ્ટ્રના પૂના શહેરથી થઈ હતી. ૧૦ દિવસ સુધી ચાલતા આ તહેવારમાં દરેક લોકો ધાર્મિક રંગમાં રંગાયેલા રહે છે.
ઈતિહાસ નોંધે છે કે, છત્રપતિ શિવાજી મહારાજને મારવા અફજલ ખાન આવે છે તેવી બાતમી સ્વામી સમર્થ રામદાસજીને મળી ત્યારે શિવાજીના રક્ષણ અને વિજય માટે ગણેશ પ્રાર્થના કરતી વક્રતુંડની સ્તૃતિ લખેલી અને તે શિવાજી મહારાજના રાજ્યભિષેકના સમયે (૧૬ મી સપ્ટેમ્બર ૧૬૭૬) સજ્જનગઢમાં રજૂ કરેલી તે આજે પણ મરાઠીમાં નિત્ય ગવાય છે અને આ સ્તૃતિ 'સુખકર્તા...દુઃખહર્તા..વાર્તા વિઘ્નાચી'એ આરતીનું રૂપ લીધું છે. શિવાજી મહારાજ અને સમર્થ સ્વામી રામદાસએ ગણેશોત્સવને ભાદરવા સુદ-૪ થી માહ મહીનાની સુદ-પ સુધી પાંચ મહિના ચલાવેલો. આ પ્રથમ ગણેશોત્સવ ૧૬૭પ થી ૭૬ માં ઉજવેલો મનાય.
આગળ ઉપર પેશ્વાઓએ આ ઉત્સવને આગળ વધારેલ અને લોકમાન્ય તિલકે એમને રાષ્ટ્રીય ઓળખ આપી.
શિવાજી મહારાજ પછી પેશ્વા રાજાઓએ મહેલમાં પૂનાના લોકો સાથે રહીને બહું જ ઉત્સાહ સાથે દરેક સાલ ગણેશોત્સવ મનાવતા હતાં. આ ઉત્સવ દરમિયાન બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન અને ગરીબોને મીઠાઈ તેમજ પૈસા વહેચવામાં આવતા.
પૂનાના શનિવારવાડા પર કીર્તન, ભજન તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ થતું હતું. ભજન-કીર્તનની આ પરંપરા આજે પણ ચાલુ છે. પેશવાઓના અંત પછી અને ૧૮પ૭ ના નિષ્ફળ બળવા પછી આ ઉત્સવ ધીરે ધીરે બંધ થઈ ગયેલ અને ઉત્સવ ઉજવવાની પ્રથા મહા પણ લુપ્ત થઈ ગયેલ.
પરંતુ થોડા વર્ષો પછી ફરીથી ઈ.સ. ૧૮૯૩ માં મુંબઈની ચાલી ગિરગાંવમાં કેશવજી નાયકે ગણેશોત્સવનો વિચાર રજૂ કરેલ અને ઈ.સ. ૧૮૯૪ માં લોકમાન્ય તિલકે પૂનામાં અંગ્રેજોની હુકુમત સામે દેશભક્તિ-આઝાદી માટે લોકોને ભેગા કરવા માટે ગણેશોત્સવને સાર્વજનિક રૂપ આપ્યું.
ગણેશ ઉત્સવની શરૂઆત કદાચ છત્રપતિ શિવાજી મહારાજે કરી હોવાનું આપણે માની લઈએ તો પણ સાર્વજનિક ગણેશોત્સવ ઉજવવાના પ્રણેતા બાલ ગંગાધર તિલકને માનવા જ રહ્યા...
ગણેશ વિસર્જન
મહાકવિ કાલીદાસની એક પંકતિ છે. આદાન હી વિસંગાચ અર્થાત્ વિસર્જન માટે જ આદાન હોય છે. હિન્દુ ધર્મમાં આદાન પુરષાર્થની સિદ્ધિ છે અને વિસર્જન આત્માની મુક્તિ છે. ગીતાનો આ સાર કાલીદાસની આ ઉક્તિમાં સમાઈ જાય છે. 'જન્મ છે આદાન, મૃત્યુ છે વિસર્જન' આ એક સનાતનચક્ર છે. જે અવિરત ચાલ્યા જ કરે છે.
સર્જન અને વિસર્જનના દમમાંથી...
કોઈ બાકાત નથી.
ભગવાની શ્રી ગણપતિની મૂર્તિનું વિસર્જન ભલે કરો...
પરંતુ મનમાં તો કાયમ સ્થાપન રાખશો...
ગણપતિ બાપ્પા મોરિયા...
મંગલ મૂર્તિ મોરયા.. પુઠચા વર્ષી... લવકરયા
સર્જન અને વિસર્જનના ક્રમમાંથી... કોઈ બાકાત નથી
:: આલેખન :: દિલીપ ધ્રુવ, જામનગર
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial