Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નુરિસ્તાનની કામદેશ સરહદે વાડ બાંધી રહેલા
નવી દિલ્હી તા. ૩: પાકિસ્તાની સૈનિકો પર તાલિબાની લડાકુઓએ ભારે ગોળીબાર કર્યો છે. હમણાંથી બન્ને દેશોની સરહદે તણાવ વધ્યો છે.
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદ વિવાદ ફરી એકવાર ગરમાયો છે. અહેવાલો અનુસાર પાકિસ્તાનના સૈનિકો નુરિસ્તાન પ્રાંતના કામદેશ જિલ્લામાં સરહદ પર વાડ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતાં. આ તાલિબાની લડકુઓએ વાંધો ઊઠાવ્યો અને જેના કારણે બન્ને પક્ષો વચ્ચે અથડામણ થઈ હતી.
ગઈકાલે સવારે અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતના નરાઈ જિલ્લાના ડોકલામ વિસ્તારમાં તાલિબાની લડાકુ અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે ગોળીબાર થયો હતો. નોંધનીય છે કે, પાકિસ્તાની સૈનિકોએ આ વિસ્તારમાં તકરીક-એ-તાલિબાન પાકિસ્તાનની હાજરીનો આરોપ લગાવીને ગોળીબાર કર્યો હતો. અત્યાર સુધી કોઈ જાનહાનિ કે નુક્સાનના અહેવાલ નથી. તાલિબાને આ ઘટના પર સત્તાવાર રીતે કોઈ ટિપ્પણી કરી નથી.
તાજેતરના મહિનાઓમાં અફઘાન-પાકિસ્તાન સરહદ પર તણાવ સતત વધી રહ્યો છે. પાકિસ્તાન તાલિબાન પર ટીટીપીને આશ્રય આપવાનો આરોપ લગાવે છે, જયારે તાલિબાન પાકિસ્તાન પર સરહદ પારથી ગોળીબાર કરવાનો આરોપ લગાવે છે. તાલિબાન ટીટીપીની હાજરીનો ઈનકાર કરે છે, પરંતુ એક અહેવાલ અનુસાર અફઘાનિસ્તાનમાં આશરે ૬,૦૦૦ ટીટીપી લડાકુઓ હાજર છે.
નિષ્ણાતોનું માનવું છે કે, પાકિસ્તાનના સૈનિકો અને તાલિબાની લડાકુઓ વચ્ચે અથડામણો બન્ને દેશો વચ્ચે પહેલાથી જ નાજુક સંબંધોને વધુ તણાવપૂર્ણ બનાવી શકે છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન બન્ને હાલમાં ગંભીર સુરક્ષા અને આર્થિક પડકારોનો સામનો કરી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial