Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાંથી ગેસના ર૪ બાટલા સ્થગિત કરતુ પુરવઠા તંત્ર

ગેસના બાટલાની સમસ્યા વચ્ચે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસના બાટલાની સમસ્યા ઉદ્ભવી છે ત્યારે પુરવઠા તંત્ર દ્વારા ચેકીંગ કામગીરી કરવામાં આવી રહી છે. જામનગર જિલ્લા પુરવઠા તંત્રએ ચેકીંગ દરમિયાન કુલ ર૪ બાટલા સ્થગિત કર્યા હતાં.

જામનગર તા. ૧૯: યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસના બાટલાની સમસ્યા ઉદ્ભવી છે ત્યારે પુરવઠા તંત્ર દ્વારા ચેકીંગ કામગીરી કરવામાં આવી રહી છે. જામનગર જિલ્લા પુરવઠા તંત્રએ ચેકીંગ દરમિયાન કુલ ર૪ બાટલા સ્થગિત કર્યા હતાં.

જામનગરમાં રાંધણગેસના બાટલા મેળવવામાં લોકોને મુશ્કેલી નડી રહી છે. આથી પુરવઠા વિભાગ દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે અને ત્રણ સ્થળોએ ચેકીંગ દરમિયાન અનિયમિતતા જણાતા કુલ ર૪ બાટલા સ્થગિત કર્યા હતાં, જેની કિંમત આશરે ૭પ હજારથી વધુ થાય છે.

તેમાં ૬ બાટલા કોમર્શિયલ ઉપરાંત ૧પ ખાલી કોમર્શિયલ બાટલા, ગ્રામ્ય મામલતદાર કચેરી દ્વારા સ્થગિત કરાયા છે. તદ્ઉપરાંત અન્ય સ્થળોએથી ત્રણ બાટલા જેનો હેતુ કોમર્શિયલ ઉપયોગનો હતો તેને કબજે લેવાયા છે. આમ જિલ્લામાં તપાસણી દરમિયાન કુલ ર૪ ગેસના બાટલા સ્થગિત કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ ચેકીંગ કામગીરી કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh