Advertisement
Author: નોબત સમાચાર

દુબઈથી એશિયા કપ જીતીને આવેલા ટીમ ઈન્ડિયાના સભ્યોનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત

ગિલ કેપ્ટન, જાડેજા-ઉપકપ્તાન, ધ્રુવ જુરેલ વિકેટ કીપર

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૩૦: એશિયા કપ ૨૦૨૫ જીત્યા પછી ગૌતમ ગંભીર અને કુલદીપ યાદવનું અમદાવાદમાં ઉષ્માભેર સ્વાગત કરાયુ હતું. એરપોર્ટ પાસે ઉમટેલી ભીડે તિરંગા લ્હેરાવી નારેબાજી કરી હતી.

ભારતીય ક્રિકેટ ટીમ સપોર્ટ સ્ટાફ સાથે મંગળવારે દુબઈથી અમદાવાદ પરત ફરતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્ય કોચ ગૌતમ ગંભીર (હેડ કોચ) અને સ્પિનર કુલદીપ યાદવ સૌથી પહેલા અમદાવાદ પહોંચ્યા હતા. આજે સવારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ફેન્સની ભીડે તિરંગા લહેરાવી અને ભારતીય ટીમના નારા લગાવી ખેલાડીઓને વધાવી લીધા હતા.

ઉલ્લેખનિય છે કે, ભારતે ફાઈનલ મેચમાં પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવીને ખિતાબ જીત્યો હતો. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાએ સમગ્ર ટૂર્નામેન્ટમાં અજેય રહીને સાતેય મેચ જીતી હતી. અમદાવાદની ગલીઓથી લઈને સોશિયલ મીડિયા સુધી, દરેક જગ્યાએ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લોકો ટીમ ઈન્ડિયાની જીત પર ગર્વ અનુભવી રહૃાા હતા.

એશિયા કપ એક તરફ જ્યાં ટીમ ઈન્ડિયાના શાનદાર પ્રદર્શનનો સાક્ષી બન્યો, તો બીજી તરફ ભારત-પાકિસ્તાન મેચોમાં વિવાદ પણ જોવા મળ્યો. કોઈપણ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો નહોતો. પાકિસ્તાનના ખેલાડીઓએ પણ વિવાદાસ્પદ ઈશારાઓથી તણાવ વધારવાનું કામ કર્યું હતું.

ફાઈનલ મેચમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ ભારતીય ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચીફ મોહસિન નકવીના હાથે ટ્રોફી લેવાનો ઈનકાર કર્યો હતો. નકવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ પણ છે.  ભારતીય ટીમને ટ્રોફી આપવામાં આવી ન હતી અને ટીમે પ્રતીકાત્મક રીતે જીતની ઉજવણી કરી હતી. તે પછી નકવીની હરકત અંગે બીસીસીઆઈ દ્વારા આઈસીસીને ફરિયાદ કરાઈ હોવાનું પણ જાણવા મળે છે.

એશિયા કપમાં વિજય મેળવ્યા પછી ટીમ ઈન્ડિયા હવે ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝ માટે તૈયાર છે. આ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ ૨ ઓક્ટોબરથી મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બીજી ટેસ્ટ ૧૦ ઓક્ટોબરથી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં થશે. આ બંને મેચ ૨૦૨૫-૨૭ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે, તેથી બંને ટીમો માટે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. આ મેચ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, અને મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઉમટી પડવાની અપેક્ષા છે.

અધિકારીઓએ જણાવ્યું કે સ્ટેડિયમની આસપાસ સુરક્ષાની સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ટીમ ઇન્ડિયાના પ્રેક્ટિસ સેશન્સ પણ ટૂંક સમયમાં શરૂૂ થશે. અમદાવાદના ક્રિકેટ પ્રેમીઓ માટે એશિયા કપના વિજયની ઉજવણી અને ઘરઆંગણે આંતરરાષ્ટ્રીય સિરિઝ જોવાનો મોકો મળવાથી શહેરમાં તહેવાર જેવો માહોલ સર્જાયો છે.

ભારતીય ક્રિકેટ ટેસ્ટ ટીમમાં કેપ્ટન શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, કે. એલ. રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિક્કલ, ધ્રુવ જુરેલ (વિકેટ કીપર), ઉપ કપ્તાન રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, એન. જગદીસન (વિકેટ કીપર), મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ અને કુલદીપ યાદવનો સમાવેશ થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh