Advertisement
Author: નોબત સમાચાર

બેવડી હત્યાના કેસમાં થયેલી જન્મટીપની સજા રદ્દ કરવાનો વડી અદાલતનો આદેશ

અન્ય એક આરોપીને પણ મળ્યો પ્રોબેશનનો લાભઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: ખંભાળિયા પંથકમાં ચાલીસ વર્ષ પહેલાં થયેલી બેવડી હત્યાના ગુન્હામાં એક આરોપીને કરાયેલી જન્મટીપની સજા અદાલતે રદ્દ કરી છે અને એક આરોપીને પ્રોબેશનનો લાભ આપી મુક્ત કરવા આદેશ કર્યાે છે.

આ કેસની વધુ વિગત મુજબ ખંભાળિયા તાલુકાના અમરાપર ગામમાં ગઈ તા.ર૮-૭-૧૯૮પની રાત્રે જૂથ અથડામણમાં ગોવિંદભાઈ કાનાભાઈ અને ભીખાભાઈ મુળુભાઈ નામના બે વ્યક્તિની હત્યા થઈ ગઈ હતી. કૂવા પર મોટર મૂકવાના મુદ્દે થયેલા ઝઘડા પછી આઠ શખ્સે એકત્ર થઈ ભાલા, લાકડીથી હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવાયું હતું.

ઉપરોક્ત કેસ ચાલી જતા અદાલતે બેવડી હત્યાના આ ગુન્હામાં વર્ષ ૨૦૦૮માં આરોપી મુળુ પંજાને જન્મદીપની સજા ફટકારી હતી અને ગગુ રામાને આજીવન કેદની સજા આપી હતી. તે ઉપરાંત ભીખા રામા, દેવશી રામાને સાક્ષીઓને ઈજા કરવા બદલ છ અને નવ મહિનાની સજા ફટકારાઈ હતી. તે કેસ ચાલી ગયો તે પહેલાં એક આરોપીનું અવસાન થયું હતું અને બે આરોપીનો છૂટકારો થયો હતો.

ઉપરોક્ત હુકમને પડકારતી અપીલ હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, જન્મટીપની સજા મેળવનાર મુળુ પંજા અપીલ દરમિયાન ગુજરી ગયા છે. જ્યારે દેવશી રામા પણ અવસાન પામ્યા છે. ગગુ રામા નામના આરોપી આઠ વર્ષ જેલમાં સજા કાપી આવ્યા છે તેમજ આ બનાવમાં ભોગ બનનાર એક વ્યક્તિ બનાવના બાર દિવસ પછી મૃત્યુ પામ્યા હતા તેથી આઈપીસી ૩૦૨નો સીધો ગુન્હો બનતો નથી અને ભીખા રામા નામના આરોપીને સારી ચાલ ચલગત અને સારી વર્ણતૂક બદલ પ્રોબેશનનો લાભ આપી મુક્ત કરવા જોઈએ.

હાઈકોર્ટે ગગુ રામાની અપીલ મંજૂર રાખી તેને મુક્ત કર્યાે છે અને ભીખા રામાને પ્રોબેશનનો લાભ આપી મુક્ત કરવા આદેશ કર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh