Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય શેરબજાર ધડામ... સેન્સેક્સ ૭૦૦ પોઈન્ટ તૂટ્યો

રોકાણકારોના રૂપિયા ચાર લાખ કરોડ ધોવાયા

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ર૬: ટ્રમ્પના ટેરિફના કારણે શેરબજાર કડડભુસ થઈ ગયું છે. સેન્સેક્સમાં પ્રારંભે જ ૭૦૦ પોઈન્ટ સુધીનું ગાબડું પડ્યું હતું જે રોકાણકારની મૂડીમાં ૪ લાખ કરોડનું ધોવાણ થયું હતું.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી વધારાની રપ ટકા ડ્યુટી આવતીકાલથી લાગુ થવાની છે, જેના પગલે આજે ફાર્મા, ઓટો, બેંક, મેટલ શેર્સમાં વેચવાલી નોંધાતા સેન્સેક્સ ૬૯પ.ર૪ પોઈન્ટ તૂટ્યો હતો.

નિફ્ટીમાં પણ ર૦૦ પોઈન્ટનું ગાબડું નોંધાયું છે, જેના પગલે રોકાણકારોની મૂડીમાં રૂ.  ૪ લાખ કરોડનું ગાબડું થયું હતું. બીએસઈમાં આજે ટ્રેડેડ કુલ ૩૯૧૩ પૈકી ૧૧૮૩ શેરમાં સુધારો જ્યારે રપ૪૬ શેર ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતાં. આજે ૧૩૧ શેરમાં લોઅર સર્કિટ વાગી હતી, જ્યારે ૭૦ શેર વર્ષના તળિયે પહોંચ્યા હતાં. બીજી તરફ ૭૪ શેર વર્ષની ટોચે અને ૧૪૮ શેરમાં અપર સર્કિટ વાગી હતી, જે માર્કેટ બ્રેડ્થ એકંદરે નેગેટીવ હોવાનો સંકેત આપે છે. ૧૧-૧૦ વાગ્યે પ૬પ.૩પ પોઈન્ટ ઘટી ૮૧,૦૭૦.૬૧ પર અને નિફ્ટી ૧૭૦.૩પ પોઈન્ટ તૂટી ર૪,૭૯પ.૮૦ પર ટ્રેડ થઈ રહ્યો હતો.

અમેરિકા દ્વારા ભારત પર પ૦ ટકા ટેરિફના પગલે સૌથી વધુ નિકાસ કરતા ફાર્મા સેક્ટરમાં ભીતિ વધી છે. આજે ફાર્મા શેર્સમાં મોટાપાયે વેચવાલી નોંધાતા હેલ્થટકેર ઈન્ડેક્સમાં ૬૦૦ પોઈન્ટના ઘટાડે કારોબાર થઈ રહ્યો છે. ખાનગી બેંકોમાં ૩ ટકા સુધી કડાકો નોંધાતા બેંકેક્સ પણ પ૦૦ થી વધુ પોઈન્ટના ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે.

ભારતીય શેરબજાર હાલ ઊંચા ટેરિફ અને એફઆઈઆઈ વેચવાલી જેવા વૈશ્વિક પડકારોનો સામનો કરી રહ્યું છે, જો કે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની મજબૂત ખરીદીએ માર્કેટને ટેકો આપ્યો છે. સ્થાનિક સ્તરે આર્થિક ગતિવિધિઓ મજબૂત હોવાથી શેરબજારમાં મોટું કરેક્શન નોંધાવાની સંભાવનાઓ ઓછી હોવાનું માર્કેટ નિષ્ણાતોએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh