Advertisement
Author: નોબત સમાચાર

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ નજીકથી બે વાહનની થઈ ગઈ ઉઠાંતરી

એક આસામીએ નોંધાવી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગરના પી.એન. માર્ગ પર આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પાસેથી દોઢેક મહિના પહેલા જ્યુપીટર સ્કૂટર તથા એક બાઈકની ચોરી થઈ છે.

જામનગરની સત્યસાઈ સ્કૂલ નજીક સ્વસ્તિક સોસાયટીમાં અંબાવિજયમાં રહેતા અંબિકભાઈ પ્રેમજીભાઈ નડીયાપરા નામના વેપારીએ ગઈ તા.રપ ડિસે.ની સવારે જીજે-૧૦-ઈડી ૩૫૯૭ નંબરનું જયુપીટર સ્કૂટર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ નજીક મૂક્યું હતું.

તે ઉપરાંત મનોહરસિંહ નામના આસામીએ જીજે-૧૦-એઈ ૯૨૧૨ નંબરનું મોટરસાયકલ પણ ત્યાં રાખ્યું હતંુ. આ બંને વાહન માત્ર ૩૦ મિનિટમાં ચોરાઈ ગયા છે. અંબિકભાઈએ રૂ।.૬૦ હજારના વાહનની ચોરી અંગે અજાણ્યા તસ્કર સામે સિટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh