Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાળકો ગુમ થતાં પોલીસ ટીમ હરકતમાં આવીઃ
જામનગર તા. ૧૧: જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા બાળ સુધારણા ગૃહમાં રાખવામાં આવેલા બાળકોમાંથી વર્ષ ૧૧ તથા વર્ષ ૧રની વયના બે બાળકો આજે શાળાએ ગયા પછી ગુમ થઈ ગયાની વિગત મળતા ગૃહના સ્ટાફ તથા પોલીસ ટીમ દ્વારા શોધ શરૂ કરાઈ હતી. જેમાં ગણતરીની કલાકોમાં બંને બાળકો મળી આવ્યા છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી નંદનવન સોસાયટી સામેના સમાજ સુરક્ષા ખાતાના ચિલ્ડ્રન હોમમાંથી આજે સવારે ૧૧ વર્ષનો એક તથા ૧ર વર્ષનો એક વિદ્યાર્થી શાળાએ ગયા પછી ગુમ થઈ ગયાની વિગતો જાહેર થઈ હતી. જામનગર પંથકના એક ગામમાં વસવાટ કરતા ૧૧ વર્ષના તરૂણના વાલી ઉપરાંત લાલવાડી નજીક આવાસમાં વસવાટ કરતા બાર વર્ષના બાળકના વાલીને પણ તેની જાણ કરવામાં આવી હતી. જેના પગલે બંને બાળકોની શોધખોળ શરૂ કરાઈ હતી. તે પછી બંને બાળકો મળી આવ્યા છે. રાજ્ય સરકારના સમાજ સુરક્ષા ખાતા હેઠળની આ સંસ્થામાં જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા ૧ર વર્ષના બાળક તથા ૧૧ વર્ષના બીજા બાળકની શરૂ કરાયેલી શોધખોળ વચ્ચે પોલીસને જાણ કરવામાં આવી હતી. જો કે, બંને બાળકો મળી આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial